Morbi, તા.10
હળવદ જીઆઇડીસીમાં આવેલ જીઈબી પાછળથી બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 13,950 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીઆઇડીસીમાં જીઈબીની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા ઈકબાલ ગુલામભાઈ કટિયા (23) રહે. ટીકર રોડ મીઠાનો ગંજ હળવદ, રાણા વીરાભાઇ સોલંકી (45) રહે. હરીદર્શન સોસાયટી સામે ઝુપડામાં હળવદ, કાસમ ઈશાકભાઈ સંધવાણી (65) રહે. જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તાર માળીયા, ગીતા વિનુભાઈ સોલંકી (40) અને જયા કેશુભાઈ ગોઢાણીયા (45) રહે. બંને જીઆઇડીસીમાં જીઇબી પાછળ હળવદ વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 13,950 રૂપિયાની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુરુ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
દેશી દારૂ
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા રામકો બંગલો પાસેથી જ્યુપિટર સ્કૂટર નંબર જીજે 36 એએમ 6693 રોકીને પોલીસે ચેક કરતા 110 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 4400 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપી ધનજીભાઈ દાનાભાઈ પરમાર (42) રહે. પંચાસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી.