Mumbai,તા.8
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સોમવારે સાંજે મુંબઈમાં આયોજિત યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ ઈવેન્ટમાં તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક મહિકાને અમિતાભ બચ્ચર સાથે પરિચય કરાવતો જોવા મળે છે.
આ કાર્યક્રમમાં ત્રણેય વર્લ્ડ કપ વિજેતા ટીમો પુરુષોની ટીમ, મહિલા ટીમ અને મહિલા બ્લાઈન્ડ ટીમને સન્માનિત કરવામાં આવી હતી. હાર્દિક અને મહિકાએ રેડ કાર્પેટ પર હાથમાં હાથ નાખીને પોઝ આપ્યો હતો અને તેમના મેચિંગ બ્લેક આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ચાહકો માટે સૌથી ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે હાર્દિકે માહિકાનો પરિચય અમિતાભ બચ્ચન સાથે કરાવ્યો. વાયરલ વીડિયોમાં હાર્દિક માહિકાનો પરિચય સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સાથે કરાવે છે, હાથ મિલાવે છે અને પછી અમિતાભ બચ્ચન અને હાર્દિક ખૂબ જ પ્રેમથી એકબીજાને મળે છે.

