Mumbai,તા.10
ભારતીય ટીમના સ્ટાર બેટર શિવમ દુબેની હીટિંગ ક્ષમતામાં કોઇને પણ શક નથી. જો કે, તે બોલર તરીકે પણ તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. બેટિંગ અને બોલિંગમાં આવું સારું પ્રદર્શન અત્યાર સુધી ખેલાડી હાર્દિક પંડ્યા કરતો હતો. આજથી એશિયાકપ 2025ની શરૂઆત થશે. પહેલી મેચ અફઘાનિસ્તાન અને હૉંગકૉંગ વચ્ચે રમાશે તો બીજી મેચ ભારત અને UAEની ટીમ વચ્ચે રમાશે.
આ મેચ પહેલા જ ટીમના બોલિંગ કોચ મોર્ન મોર્કલે જણાવ્યું કે ઘણી વાર ટીમને વધારાના બોલરની જરૂર પડે છે. એવામાં શિવમ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. મોર્ન મોર્કલે પ્રેક્ટિસ મેચ પહેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘હું હંમેશા ટીમના સ્ટાર બેટરને સલાહ આપું છું કે તે માત્ર બેટિંગ પર જ ફોકસ ના કરે, હું ઈચ્છું છું કે શિવમ જેવો ખેલાડી ચાર ઓવર નાખે.’
મોર્કલનું માનવું છે કે આ ઘણીવાર બોલિંગમાં છઠ્ઠો અને સાતમો વિકલ્પ જરૂરી બને છે. તેણે કહ્યું કે, ‘આ દિવસોમાં અમને એવા ખેલાડીઓની જરૂર છે જે મેચમાં ખરાબ સંજોગોમાં સારુ પ્રદર્શન કરે. કેપ્ટન સૂર્યકુમાર યાદવને આ જવાબદારી સોંપવામાં આવે તો તેણે તૈયાર રહેવું પડશે.’
ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણનું માનવું છે કે બુમરાહને આરામની જરૂર નથી, તે બધી 6 મેચ રમી શકે છે. અરુણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘ હું જસપ્રીતને બધી મેચ રમતો જોવા ઈચ્છું છું, મને નથી લાગતું કે આ ટુર્નામેન્ટમાં તેને આરામની જરૂર પડે. જો જસપ્રીતને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવે તો અર્શદીપને ટીમથી બહાર રહેવું પડશે.

