Jamnagar તા 30
જામનગર જિલ્લામાં શનિવારે પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ બંધાયેલો રહ્યો હતો, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા, જે મુજબ જામનગર શહેર, કાલાવડ, ધ્રોળ અને જોડીયા મા સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા, અને વરસાદી વાતાવરણ રહ્યું હતું. આજે પણ જામનગર શહેર કાલાવડ અને લાલપુરમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.
લાલપુર તાલુકાના હરીપર ગામમાં શનિવારે સાંજે ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે. તેને લઈને ગામની નદીમાં પૂર આવ્યા હતા. અને નદી બે કાંઠે થઈ હતી.
આ ઉપરાંત જામનગર તાલુકાના ભલસાણ બેરાજા ગામમાં ૨૪ મી.મી.
મોટા પાંચદેવડામાં ૧૮ મી.મી. જામજોધપુરના વાંસજાળીયામાં ૨૦ મી.મી., ધૂનડામાં ૧૪ મી.મી., લાલપુરના પડાણામાં ૧૨ મી.મી., અને ભણગોરમાં ૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર લાલપુર ટાઉનમાં ગઈકાલે ૧૩ મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે જામજોધપુરમાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.