Ahmedabad, તા. 17
આજે ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર સમયે અગાઉ ગૃહ રાજયમંત્રી તરીકે ફરજ બજાવી ગયેલા સુરતના મુજરાના ધારાસભ્ય અને ભાજપના યુવા નેતા હર્ષભાઇ સંઘવીને કેબીનેટ મંત્રીનું પ્રમોશન આપવાની સાથે નાયબ મુખ્યમંત્રી પણ બનાવાયા છે.
આમ ભુપેન્દ્ર પટેલ સરકારમાં હવે હર્ષભાઇ સંઘવી નં.રનું સ્થાન ધરાવતા થઇ ગયા છે. અગાઉ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા.
ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ સરકારમાં આ સ્થાન હજુ સુધી કોઇને આપવામાં આવ્યું ન હતું પરંતુ પ્રથમ વખત હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવતા તેઓ ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.