Ahmedabad,તા.7
પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ પૂર્વ IPS હસમુખ પટેલનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઇ ગઠીયો એક કા ચારની લોભામણી લાલચો આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે ટ્વિટ કરીને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ પૂર્વ IPS હસમુખ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને તેમની કાર્યનિષ્ઠા અને કાર્યપદ્ધતિથી ગુજરાતના લોકો અજાણ નથી ત્યારે તેમના નામ અને ફોટાનો દુરપયોગ કરીને ગઠીયાઓ લોકોને ઠગવાનો પ્રયાસ કરતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે લોકો સતર્ક રહે તે માટે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે ઠગબાજોથી સાવધાન , પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ આદરણીય ex. IPS હસમુખ પટેલના નામ અને ફોટાનો ગેર ઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા ટેલીગ્રામ ઉપર એક કા ચાર ની લોભામણી જાહેરાત કરે છે. તેથી લોકો સતર્ક રહે, સેફ રહે. તેમણે પોતાના ટ્વિટમાં હસમુખ પટેલ, ગુજરાત પોલીસ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપીને ટેગ કર્યા છે.