Rajkot, તા.30
મેળામાં અફીણનો કસુંબો પીધા બાદ તબિયત બગડી હતી અને સારવારમાં સારંભડાના ભુપતભાઈ ઉઘરેજાનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ભુપતભાઈ હમીરભાઈ ઉઘરેજા (ઉંમર વર્ષ 65, રહે. સારંભડા ગામ તાલુકો હળવદ, જિ. મોરબી) આશરે દસ દિવસ પહેલા સારંભડા ગામમાં હતા.
ત્યારે અફીણ પી જતા અને બાદમાં બીમારીની વધુ પડતી દવા ખાઈ લેતા પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ બાદ કડીયાણા પ્રાઇવેટ હોસ્પિટલ બાદ ચરાવડા સરકારી હોસ્પિટલ બાદ મોરબી સિવિલમાં દાખલ હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, ભુપતભાઈ ગામ નજીક આવેલ શરમરીયા દાદાના મંદિરે જ્યાં મેળો ભરાઈ છે ત્યાં મેળામાં ગયા હતા. ત્યાં કોઈએ પ્રસાદી રૂપે કસુંબો પાયો હતો, પછી ભુપતભાઈ બીમાર પડ્યા હતા. તાવ કળતર થવા લાગી હતી.
જેની દવા લીધી હતી. પણ તબિયત ઠીક ન થતા પાંચેક ટીકડી એક સાથે પી ગયા હતા. પછી તેને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. મૃતક 3 ભાઈ અને 4 બહેનમાં વચેટ હતા. તેમને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. મૃત્યુ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.