Surendranagar,તા.10
સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 37 ડીગ્રી નજીક પહોંચી ગયો.સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 37 ડિગ્રી નજીક પહોંચી ગયો છે અને સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે બપોરના સમયે લૂ અને ગરમ પવન પણ ફૂંકાય રહ્યો છે જેને લઈને હવે ગરમીથી બચવા માટે સુરેન્દ્રનગર શહેરીજનો બજારમાં ઠંડા પીણા નો સહારો લેતા હોય છે પરંતુ હવે સરકારી કચેરીઓમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને લૂ ન લાગે અને ગરમી ન લાગે તે માટે કચેરીઓ ના મુખ્ય પરિસરમાં આડસ કરવામાં આવી છે અને પડદા મારવામાં આવ્યા છે અને તે પડદા ઉપર સતત પાણી છાંટવામાં આવી રહ્યું છે.
જેથી વાતાવરણ સંતુલિત રહી શકે આજનું તાપમાન સુરેન્દ્રનગરનું 37 ડિગ્રી નજીક પહોંચી ગયું છે હજુ પણ તાપમાન વધવાની શક્યતા છે ત્યારે ગરમીથી બચવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓના અધિકારીઓ પણ ગરમીથી બચવા માટે કચેરીઓની આડે આડસ કરતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.

