Jamnagar,તા.23
, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી, અને મોટી ભલસાણ ગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫૫ મી.મી.(૧૦ ઇંચ) થી વધુ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઈને ગામમાં પાણી પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મોટી બાણુગાર ગામમાં ૧૪૦ મી.મી., આલિયાબાડામાં ૧૦૫ મી.મી., મોટા વડાળામાં ૧૨૪ મી.મી., ભલસાણ બેરાજામાં ૧૩૦ મી.મી., મોટા પાંચ દેવડામાં ૧૨૦ મી.મી., પીપરટોળા માં ૧૪૨ મી.મી. અને હરીપરમાં ૧૧૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી ચાર ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.