New Delhi,તા.04
દિલ્હી એનસીઆરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. યમુના નદીનું જલસ્તર વધી ગયુ છે. જેનાથી અનેક વિસ્તારો જલમગ્ન થઈ ગયા છે. હવામાન વિભાગ આગામી કેટલાંક દિવીસો સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. દિલ્હી એનસીઆરમાં ચોમાસુ ફરી એકવાર એકટીવ થઈ ગયુ છે. છેલ્લા 48 કલાકથી દિલ્હીમાં વરસાદનો દોર ચાલુ છે.
દિલ્હી ઉપરાંત હરિયાણામાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. હવામાન વિભાગે રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પંજાબમા પુર અને વરસાદથી સ્થિતિ બગડી શકે છે. રૂપનગર, પટીયાલા, જીલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. બધી સ્કુલ, કોલેજ, યુનિ.7 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવાયા છે.
દિલ્હીમાં 40 ટ્રેનો રદ કરાઈ,34 ડાયવર્ટ
નવી દિલ્હીઃ યમુના બે કાંઠે વહેવાને કારણે વાહનોની સાથે સાથે ટ્રેનોને પણ મોટી અસર થઈ છે. દિલ્હી પુરના કારણે જલમગ્ન થવાના પગલે 40 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. જયારે 34 ટે્રનોને રદ કરવામાં આવી છે.
હરીયાણામાં પૂરનું સંકટ અનેક ગામડાઓ જલમગ્ન
નવી દિલ્હીઃ હરિયાણામાં પૂરનું સંકટ ઘટતુ નથી દેખાતું ભારે વરસાદ અને પુરના કારણે અનેક ગામો ડુબી ગયા છે. રાજયનાં 1200 થી વધુ ગામો જલમગ્ન થયા છે. અનેક પાકો ડુબી ગયા છે. અંબાલાથી ટાંગરી નદી ઓવરફલો થઈ છે.સિરસામાં ઘમ્મર નદીનું જલસ્તર વધ્યું છે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયુ છે.
દિલ્હીમાં માર્ગો નદી બન્યાઃ વાહનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરાયા
નવી દિલ્હીઃ યમુનાનુ જળસ્તર વધવાને કારણે દિલ્હીમાં માર્ગો બજારો નદી બની જવાના કારણે માર્ગો પર ટ્રાફીકથી ખરાબ હાલત થઈ છે. પોલીસે અનેક જગ્યા પર ટ્રાફીકને ડાયવર્ટ કર્યો છે. સિગ્નેચર બ્રિજથી રાજઘાટ સુધી ટ્રાફીક પર પ્રતિબંધ લદાયો છે. વાહનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
કુલ્લુમાં ભૂસ્ખલનથી કાટમાળમાં 7 લોકો દબાયાઃ એકનું મોતઃ 3 બચાવાયા
નવી દિલ્હીઃ હિમાચલના કુલ્લુ જીલ્લામાં આજે સવારે 6 વાગ્યે ભૂસ્ખલન થતા બે મકાન નીચે 7 થી 8 લોકો દબાઈ ગયા હતા.જેની જાણ થતા એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી કરતા એક શબ હાથ લાગ્યુ હતું. જયારે ત્રણ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાયા હતા.હજુ દબાયેલાને બહાર કાઢવા કામગીરી ચાલી રહી છે.
પંજાબમાં 1400 ગામો પૂરગ્રસ્તઃ હિમાચલ હાલત ચિંતાજનક
નવી દિલ્હીઃ ભારે વરસાદ અને પૂરની ઝપટમાં હિમાચલ અને પંજાબ પણ ઝપટમાં છે. પંજાબના 23 જીલ્લામાં 1400 થી વધુ ગામોમાં પુર આવ્યા છે. આથી પંજાબ સરકારે પૂરા રાજયોને આપતિગ્રસ્ત જાહેર કર્યું છે.
અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે.રાજયમાં 3.5 લાખ એકર જમીનમાં ખેતી પાક ડુબ્યો છે. હિમાચલના ઉપરી ક્ષેત્રમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાથી ગોવિંદ સાગર તળાવ ખતરાનાં નિશાન નજીક પહોંચ્યુ છે.