Ahmedabad ,તા.૭
આખી રાત અને આજે સવારે અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને રોડ રસ્તા અને અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર પડી છે.
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે. મકરબા રેલવે ક્રોસિંગ અન્ડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ અન્ડરપાસ ગટરના પાણીથી ભરાયો છે. પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે.
અમદાવાદમાં ભારે વરસાદના પગલે પ્રહલાદનગર રોડ પાણીમાં ગરકાવ થયા હતાં. ઘુટણસમા પાણી હોવાથી વાહન ચાલકો પરેશાન થયા હતાં. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકોએ જણાવ્યું કે તેમને ઓફિસ ધંધાર્થે જવામાં મુશ્કેલી પડી છે.
હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તીવ્ર માવઠાની આગાહી મુજબ જ તોફાની વરસાદ પડી રહ્યો છે. ભરઉનાળે માવઠાને પગલે ઠેર-ઠેર ખાનાખરાબી સર્જાઈ છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યા સુધી વરસાદ પડયો હતો
હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તીવ્ર માવઠાની આગાહી મુજબ જ તોફાની વરસાદ પડી રહ્યો છે. ભરઉનાળે માવઠાને પગલે ઠેર-ઠેર ખાનાખરાબી સર્જાઈ છે.
રાજ્યના ૨૨ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત સમગ્ર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ સાથે ૬૨-૮૭ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.આ ઉપરાંત મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે અને થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે ૪૧-૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બાકીના પાંચ જિલ્લા કચ્છ, બનાસકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં યલો એલર્ટ છે. જ્યાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.