Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશમાં ઉત્તરથી-દક્ષિણ સુધી ભારે વરસાદની આગાહી, alert in 20 states
    રાષ્ટ્રીય

    દેશમાં ઉત્તરથી-દક્ષિણ સુધી ભારે વરસાદની આગાહી, alert in 20 states

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.31

    હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે તોશ નાળામાં અચાનક પૂર આવ્યું છે, જેના કારણે એક પુલ અને કેટલીક દુકાનો વહી ગઈ છે. જોકે આમાં કોઈપણ જાનહાની થવાના અહેવાલો સામે આવ્યા નથી. જ્યારે મણિપુર અને તમિલનાડુમાં મૂસળધાર વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક મહિલા અને તેના નવજાત પુત્ર સહિત પાંચ લોકોના મોત થયા છે. આકાશમાંથી વરસતા આફતના કારણે હજુ પણ રાહત જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

    IMDનું 20 રાજ્યોમાં એલર્ટ

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્યથી લઈને પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના 20 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ એલર્ટ આગામી ચારથી પાંચ દિવસ સુધી અપાયું છે.

    કુલ્લુમાં વાદળ ફાટ્યું, તોશ વિસ્તારમાં ભારે તબાહી

    કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરુલ એસ.રવીશે કહ્યું કે, મંગળવારે સવારે વાદળ ફાટવાના કારણે મણિકરણના તોશ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. સૂચના મળતા જ અમે તુરંત તે સ્થળોએ રેસ્ક્યુ ટીમ મોકલી બચાવ કામગીરી શરૂ કરાવી છે. આ ઉપરાંત અહીં સ્થિતિનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે લોકોને નદીઓ અને તળાવોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત નદી અને તળાવોની આસપાસ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની પણ અપીલ કરવામાં આવી છે.

    મણિપુર અને તમિલનાડુમાં ભૂસ્ખલન, પાંચના મોત

    મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં એક ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયું છે. ભૂસ્ખલનમાં ઘણા મકાનો પણ વહી ગયા છે, જેના એક જવાન ઈજાગ્રસ્ત થયો છે, જેની સ્થિતિ ગંભીર છે. છેલ્લા એક દિવસમાં રાજ્યના જુદાં જુદાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તમિલનાડુના કોયંબતુર જિલ્લામાં ભારે વરસાદ પડતા ભૂસ્ખલનની જુદી જુદી ઘટનાઓ બની છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. સોમવારે રાત્રે બનેલી ભૂસ્ખલનની ઘટનામાં ઘણા લોકો ઘર નીચે દબાયા હોવાની માહિતી મળ્યા બાદ તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં મંગળવારે કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

    આ રાજ્યો માટે એલર્ટ

    હવામાન  વિભાગો મધ્ય મહારાષ્ટ્રમાં એક થી ત્રણ ઓગસ્ટ, કોસ્ટલ કર્ણાટકમાં 31 જુલાઈથી એક ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કોંકણ અને ગોવામાં 30 જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એકથી ત્રણ ઓગસ્ટ, ઉત્તરાખંડમાં 30 જુલાઈથી એક ઓગસ્ટ સુધી, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 31 જુલાઈથી એક ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

    ઝારખંડમાં વીજળી પડતા સાતના મોત

    ઝારખંડમાં મંગળારે વીજળી પડવાના કારણે બે બાળકો સહિત સાત લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાંચી જિલ્લામાં ચાર અને ચતારા જિલ્લામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈજાગ્રસ્તોને રાંચની રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

    alert in 20 states Heavy-Rain INDIA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    રાષ્ટ્રીય

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.