Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    • ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ
    • World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh માં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત,રસ્તાઓ બંધ અને રેલવે પ્રભાવિત
    સૌરાષ્ટ્ર

    Junagadh માં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત,રસ્તાઓ બંધ અને રેલવે પ્રભાવિત

    Vikram RavalBy Vikram RavalJuly 19, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફુલરામા ગામ જળબંબાકારની પરિસ્થિતિમાં

    Junagadh,તા.૧૯

    જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ફુલરામા ગામ જળબંબાકારની પરિસ્થિતિમાં છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઘરનાઓને પણ ઘણું સહન કરવું પડ્યું છે. અવિરત વરસાદના કારણે રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે ૨૫ જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ ૮ સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્‌વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે.

    જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે માંગરોળની નોલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સામે કાંઠે આવેલા ચાર ગામો તાલુકાના સંપર્ક વિહોણા બની ગયા છે. સેખપુર, લંબોરા, વિરપુર, સકરાણા સહિતના ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બની ગયા છે. નોલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો સામાકાંઠાના ગામડાઓમાં તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો છે. જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવાડ ડેમ સંપૂર્ણ રીતે ભરાયો હતો. ભાખરવાડ ડેમ ભરાઈ જતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. ભાખરવાડ, વડાલા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.

    જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભાખરવડ ડેમ ફરી વખત ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે. ૧૫ થી વધારે ગામોને એલર્ટ રહેવા ચેતવણી આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોનાં ગામો વડાળા, અવાણીયા, ભાખરવડ, માળીયાહાટીના, જાનડી, ઘુમટી, આંબેચા, નાની ધણેજ, મોટી ધણેજ, ગડુ શેરબાગ, ભંડુરી સહિતના વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જરૂર પડે તો પોલીસ, વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.

    વંથલી,માણાવદર, કેશોદ, માંગરોળમાં વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના ૭૫ રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગને લીધે ૬૫ ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લામાં એસટીના ૧૪ રૂટ કરાયા બંધ. જિલ્લાના ૧૯માંથી ૯ ડેમ ઓવરફ્લો થયા છે. નદીકાંઠાના ૫૩ ગામડાઓને એલર્ટ કરાયા છે. માંગરોળમાં એક કાચું મકાન ધરાશાઈ થયું છે. માળીયાહાટીનાનાં કાત્રાસા ગામે કાર તણાઇ છે. ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ, જાનહાનિ નહિ. તાલુકામાં ૪૦ એગ્રી ફિડર અસરગ્રસ્ત થયા  છે.

    ત્રણ જ્યોતિગ્રામ ફીડર થયા અસરગ્રસ્ત. પાણી ઓસરતાં વીજ પુરવઠો પૂર્વવત કરાશે. કંટ્રોલ રૂમમાં ૧૮ ફરિયાદ નોંધાઈ જેનો નિકાલ આવ્યો છે. હજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે. લોકોને બિનજરૂરી અવર-જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં એસડીઆરએફ અને કેશોદમાં એનડીઆરએફ તૈનાત કરાઈ છે. કોઈપણ વન્યપ્રાણીને જાનહાનિના સમાચાર નહીં. દોલતપરા નજીક વરસાદી પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતા માલસામાન બગડ્યો છે.માળીયાહાટીના તાલુકાની લાઠોદરિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાળી વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે. રસ્તો ધોવાઈ જતા લોકોની અવર જવરમાં મુશ્કેલી વધી છે. વીજપોલ ધરાસાઈ થતા વીજ પુરવઠો ખોરવાયો છે.

    જૂનાગઢના માળીયાહાટીનામાં ભારે વરસાદ થયો હતો. મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. માંગરોળ-કેશોદ રોડ પર ફરી પાણી ભરાયા હતા. વંથલી, કેશોદ, પોરબંદરમાં વોટર બોમ્બની સ્થિતિ સર્જાઈ હતી. માંગરોલ પાસેના ઓસા ગામ બેટમાં ફેરવાયું હતું. ભાણવડના નવાગામ રોડ પર વરાડી નદીના પાણી ઓવરફ્લો થયા હતા. જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રીથી કેશોદના મૂળિયાસા ગામ બેટમાં ફેરવાયું છે. લોકોના ઘર હોય કે ઈમારતો હોય કે દુકાનો અને મંદિરો બધું પાણીમાં ડૂબી ગયું છે. ઘેડ પંથકના મુળીયાસા ગામના લોકો અવારનવાર પાણી ભરાવાના કારણે પરેશાની ભોગવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં અનેક માર્ગો બંધ થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. જૂનાગઢના કેશોદ, વંથલી, માંગરોળ, માંદરા, માળીયા તાલુકાના કૂલ ૬૪ રસ્તાઓ બંધ છે.

    રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સીધી અસર ટ્રેનો પર વર્તાઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદના લીધે રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.  તો બીજી તરફ પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર અને પોરબંદર કાનાલુસ પોરબંદર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે ૩ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ ૨ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે.

     

    Junagadh torrential rains
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.