Vadiya,તા.20
સમગ્ર રાજ્ય માં જન્માષ્ટમી થી વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. અમરેલી જિલ્લા ના છેવાડા ના વિસ્તાર એવા વડિયામાં પણ મેઘરાજા છેલ્લા ત્રણ દિવસ થી રોજ ઢળતી સાંજે ધોધમાર વરસે છે ત્યારે સુરવો ડેમમાં 75 % નવા નીર આવતા ડેમની સપાટી નોંધાઈ હતી.આજે ઢળતી સાંજે ઉપરવાસ અને વડિયા માં 6 થી 7 વાગ્યાં વચ્ચે એક કલાક માં બે ઇંચ થી વધુ વરસાદ નોંધાતા વડિયાની બજારો પાણી પાણી થઇ હતી. વડિયા ની ઉપરવાસ ના ગામડાઓ રામપુર, તોરી, અરજનસુખ, ખાન ખીજડીયા, મોરવાડા માં પણ વરસાદ ખાબકતા વડિયાના સુરવો ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ હતી અને ડેમ સંપૂર્ણ ભરાયા બાદ પણ ભારે પાણીની આવક ચાલુ રહેતા ઉપરવાસ ના ગામડાઓ વડિયા,ચારણીયા,ચરણ સમઢીયાળા થાણા ગાલોલ ને સાવચેત કરી ને ડેમના ત્રણ દરવાજા એક ફુટ ખોલવામાં આવતા સુરવો નદી બે કાંઠે વહેતી થઇ હતી. તો વડિયા વિસ્તાર માં મેઘા નક્ષત્ર માં વરસેલા વરસાદથી ડેમ ભરાતા વડિયા વિસ્તાર ની પાણીની સમસ્યાઓ પણ પૂર્ણ થઇ છે સાથે ખેડૂતોમાં ખરા સમયે ધોધમાર વરસાદ આવતા ખુશીનો માહોલ સર્જાયો છે અને લાપસી ના આંધણ મુકાતા જોવા મળી રહ્યા છે.