Ahmedabad,તા.30
ગુજરાતના હવામાનની આગાહીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 17 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અપર અર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે.
ગુજરાત પર વરસાદી સિસ્ટમની અસર દેખાઈ રહી છે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આગામી અઠવાડિયા સુધી વરસાદ યથાવત રહેવાની વાત જણાવી છે. અસર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે ભારે વરસાદ વરસી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જેમાં કેટલાક સ્થળો પર ભારેથી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ સાથે કરાયેલી આગાહીમાં ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદની જે સિસ્ટમ બની છે તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે.
થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તથા દક્ષિણ ભાગના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે.
જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જશે, પરંતુ 3 અને 4 સપ્ટેમ્બરે વરસાદની તિવ્રતામાં વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે.