Ahmedabad,તા.4
ગુજરાતમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.ગુરુવારે વહેલી સવારથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં મન મૂકીને મેહુલ્યો વરસ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડયો હતો. ઈડરમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ પડયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં છ ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠામાં પડેલા વરસાદનાં કારણે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
આહવા, કડાણા, મેંદરડામાં સવા બે ઈંચ મેઘરજ, ખેડબ્રહ્મા, નવસારી, સંજેલીમાં સવા બે ઈંચ , વિજયનગર, મહુવા, છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ, વડનગર, માણસા, ખાનપુર, ક્વાંટમાં સવા બે ઈંચ, નડીયાદ, પાવી જેતપુર, બોરસદમાં બે બે ઈંચ વરસાદ. ખાંભા, ઉચ્છલ, સુબીરમાં પોણા બે ઈંચ, હાલોલ, વડાલી, જલાલપોરમાં પોણા બે ઈંચ, જલાલપોર, માંડવી, બાલાસિનોરમાં પોણા બે ઈંચ, ગરબાડા, સોનગઢ, ગોધરામાં દોઢ ઈંચ, પાદરા, પેટલાદ બોડેલી, સતલાસણામાં દોઢ ઈંચ, નવ તાલુકામાં વરસ્યો દોઢ ઈંચથી વધુ વરસાદ પડયો છે.
છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યોં છે. છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં સવા પાંચ ઈંચ વીરપુરમાં પાંચ ઈંચ સંતરામપુરમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઈંચ છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિસનગરમાં સવા ચાર ઈંચ, છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં ચાર ઈંચ, વિજાપુર, પ્રાંતિજ, ખેરાલુમાં ચાર ચાર ઈંચ,. વઘઈ, ઉમરપાડા, હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ, ચીખલી, બાયડ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ,વાંસદા, ખેરગામમાં ત્રણ ત્રણ ઈંચ, સંખેડા, ગણદેવી, કેશોદમાં પોણા ત્રણ ઈંચ,ઊંઝા, શહેરા, જાંબુઘોડામાં અઢી ઈંચ,વરસાદ પડયો છે.
આગાહી દરમ્યાન ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે. આ સિસ્ટમ્સમાં બિકાનેરથી બંગાળની ખાડી તરફ પસાર થતી એક ટ્રફ લાઇન, દક્ષિણ રાજસ્થાન તરફથી બંગાળની ખાડીમાં પસાર થતી બીજી ટ્રફ લાઇન અને એક સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે, જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ વિસ્તારો માટે ’ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, અને તંત્ર તથા લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારો માટે ’યેલો એલર્ટ’ જારી કરાયું છે, અને લોકોને સાવચેત રહેવા તથા બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.