Bhuj,તા.૨૭
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવ મેઘરાજા કચ્છ જિલ્લાને ઘમરોળી રહ્યાં છે. રાજ્યના મોટાભાગનાવિસતારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા અવિરત કૃપા વરસાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં અનેક વિસ્તારો ભારે વરસાદને કારણે પાણી-પાણી થઇ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી સિવાય કંઇજ નજરે પડતું ન હતું.
કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ દિવસે કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી કચ્છીમાણુઓમાં આનંદનું વાતાવરણ છવાયું છે. જિલ્લાના આકાશમાં વાદળોની આવક થઈ છે.કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. લોકોની હાલત ખુબ જ દયનીય અને કફોડી થઇ છે.ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા હતા. કોડાય, આસંબીયા, ગઢશીશા ગામે વરસાદ વરસ્યો હતો.સાથે સાથે શિરવા, કાઠડા ગામે પણ વરસાદી માહોલ જામ્યો હતો. મુદ્રા તાલુકાના દેસલપર અને કંઠી ગામે વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં આજે પણ વરસાદી મહેર જોવા મળી હતી. અત્યાર સુધીમાં ચોમાસાનો ૨૬ ટકા વરસાદ રાજ્યમાં થયો છે. રાજ્યના ૧૪૦ તાલુકાઓમાં આજે પણ વરસાદી મહેર નોંધાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદી મહેર જોવા મળી છે. વરસાદી મહેરના કારણે નદી-નાળા છલકાયા છે. આ તરફ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ૫ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ૨ કલાકમાં બે ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.