Rajkot, તા.6
ઉત્તર ગુજરાત અને પશ્ચિમ કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે 198 તાલુકામાં 1 થી 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાન ગઇકાલે પણ વરસાદ યથાવત રહ્યો હતો અને 1 થી 2 ઇંચ જટિલો વરસાદ પડ્યો હતો. વેરાવળ-સુત્રાપાડામાં 2 ઇંચ અને ઉના પંથકમાં પણ બે ઇંચ વરસાદ નોંધયો હતો. જ્યારે રાજકોટ શહેરમાં આજે સવારથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગઇકાલે હળવો-ભારે વરસાદ વરસ્યો હતો. જયારે જામનગર જિલ્લામાં 0ાાથી સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ખંભાળિયા પંથકમાં સવા બે ઇંચ વરસ્યો હતો.
દરમ્યાન 5 રાજ્યમાંથી મળતા અહેવાલ મુજબ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ પડ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 5 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી 6 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યા દરમિયાન ગુજરાતના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના 9 તાલુકા જ્યાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં તાપી ડોલવણ 6.46 ઈંચ, સુરત બારડોલી 5.31 ઈંચ, તાપી વાલોદ 5 ઈંચ, મહિસાગર લુણાવાડ 4.45 ઈંચ, મહિસાગર કડાણા 4.41 ઈંચ, તાપી સોનગઢ 4.37 ઈંચ, અરવલ્લી ધનસુરા 4.37 ઈંચ, નવસારી ગણદેવી 4.21 ઈંચ, નવસારી ખેરગામ 4.09 ઈંચ વરસાદ પડયો હતો.
જ્યારે સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જામનગર શહેર સહિત જિલ્લામાં ગઈરાત્રે ગાજવિજ સાથે મેઘમંડાણ થયા હતા જેમાં મધરાત સુધી અવિરત વરસાદે જોડીયા પંથકમાં વધુ સવા ઇંચ વરસાદ વરસાવી દેતા માર્ગો પાણી પાણી થયા હતા. જામનગર પંથકમાં પણ ગુરૂવાર બાદ શનિવાર સવાર સુધીમાં વરસેલા વરસાદે એક ઇંચ પાણી ઠાલવી દિઘુ હતુ.
ધ્રોલ. અને જામજોધપુરમાં અડધા ઇંચથી વધુ પાણી વરસ્યુ હતુ.જયારે કાલાવડ અને લાલપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.તો ગ્રામ્ય વિસ્તારોમાં અડધો થી ત્રણ ઈંચ વરસાદ થતાં જિલ્લા ત્રણ ડેમોના દરવાજા ખોલવા પડયા હતા.
રાત્રે શરૂ થયેલા વરસાદે મઘરાત જામનગર શહેરમાં શનિવાર સુધી મુકામ કર્યો હતો.ગઈકાલે રાત્રે એકાએક ગાજવીજ સાથે 31 મિમી વરસાદ ખાબકતા ગણેશ પડાલોમા પાણી પાણી થયું હતું.જ્યારે જોડિયામાં 36 મિમી ,ધ્રોલમાં 15 મિમી,કલાવડમાં ઝાપટા સાથે 1 મિમી,લાલપુરમાં 3 મિમી,ધ્રોલમાં 15 મિમી વરસાદ નોંધાયો હતો.વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસેલા વરસાદથી રોડ ઉપર અને ખેતરોમાં પાણી ભરાયા હતા.
તથા ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ પ્રથમ ધીમી ધારે વરસ્યો હતો, જે પછીથી ધોધમાર સ્વરૂપ ધારણ કર્યો હતો.
વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. આ વરસાદના આગમનથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ધરતીપુત્રોએ આ વરસાદને આવકાર્યો છે, કારણ કે આ સમયે થતો વરસાદ ખેતી માટે લાભદાયી છે.
જ્યારે ઉના પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી સવાર થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને બપોરે 3 વાગ્યા બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. ઉના તાલુકાના મોઠા ગામમાં માત્ર એક કલાકમાં જ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો
વરસાદની તીવ્રતા એટલી હતી કે ગામમાંથી પાણી વહેવા લાગ્યા હતા. હનુમાનજી મંદિર સામેના નીચાણવાળા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ગીર જંગલ વિસ્તારમાં પણ ધીમી ધારે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
રાવલ ડેમ વિસ્તારમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ છે. વાવણી બાદ લાંબા સમયે આવેલા આ વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાના આગમનથી ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો છે.
ઉપરાંત હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો હતો અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તાલુકાઓમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યારે ખેડુતોએ પણ વરસાદી માહોલ જામતા આનંદની લાગણી અનુભવી હતી. ત્યારે વઢવાણ સુરેન્દ્રનગર ધાંગધ્રા લખતર, મીળી સહિતના ગામોમાં આખી રાત્રી સમયે સારો એવો વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ-ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર તેમજ જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો અને આસપાસના ગામોમાં ધીમીધારેથી લઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
જ્યારે જીલ્લાના ધ્રાંગધ્રા, લખતર, મુળી, લીંબડી, ચુડા સહિતના તાલુકાઓમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદ પડતા લોકોએ એકંદરે ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. જીલ્લાના ખેડુતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેવા સમયે વરસાદ પડતા ખેડુતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પમી હતી.