Bihar તા.11
બિહાર વિધાનસભામાં આજે બીજા અને અંતિમ તબકકા માટે મતદાન યોજાય રહ્યું છે. 122 બેઠકો માટે 9 પ્રધાનો સહીત 1302 ઉમેદવારોના ભાવી ઘડાશે. પ્રથમ તબકકાની જેમ આજના બીજા તબકકામાં પણ રેકોર્ડબ્રેક વોટીંગ થવાના સંકેતો હોય તેમ બપોર સુધીમાં જ સરેરાશ મતદાનનો આંકડો 50 ટકાને પાર થઈ ગયો હતો.
બિહરામાં બીજા તબકકાનાં મતદાનમાં ગયાજી, ઔરંગાબાદ, નવાદા, ભાગલપુર, સહીતનાં અનેક સંવેદનશીલ ક્ષેત્રોની બેઠકો પણ સામેલ છે. 122 બેઠકો પરથી ચૂંટણીમાં 1302 ઉમેદવારો 12 નો જંગ છે તેમાં 1165 પુરૂષ, 136 મહિલા અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર સામેલ છે. 3.7 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાં 1.95 કરોડ પુરૂષ અને 1.74 કરોડ મતદારો છે.
આજના ચૂંટણી જંગમાં જાણીતા નેતાઓ-ઉમેદવારો સહિત સેલીબ્રીટીઓએ મતદાન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ પણ મહતમ મતદાન કરવાની અપીલ કરી હતી. આજે બીજા તબકકાનાં ચૂંટણી જંગમાં સામેલ મોટાભાગનાં જીલ્લાઓ નેપાળ, પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ સાથે જોડાયેલા છે. 2020 ની ગત ચૂંટણીમાં આ 122 બેઠકોમાં એનડીએની બહુમતી હતી. અને નીતીશકુમારનાં નેતૃત્વમાં સરકાર રચવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
પ્રથમ તબકકાની જેમ આજના મતદાનમાં પણ સવારથી મતદારોની લાઈનો જોવા મળી હતી. તેના આધારે ભારે મતદાન થવાની સંભાવના છે.બપોરે 1 વાગ્યા સુધીમાં 122 બેઠકો પર સરેરાશ 47.62 ટકા મતદાન થયુ હતું.રાજયમાં પ્રથમ તબકકાનાં મતદાનનાં 64 ટકાથી વધુનો રેકોર્ડ સર્જાયો હતો.આજે પણ મતદાનનો નવો વિક્રમ સર્જાવાનું માનવામાં આવી રહ્યું છે.
દરમ્યાન ચૂંટણી શાંતિપૂર્ણ રહે તે માટે જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી જ હતી પરંતુ દિલ્હી બ્લાસ્ટ બાદ તે વધુ કરવામાં આવી છે. વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજયનાં અરરીયા ક્ષેત્રમાં મતદાન બુથ પર ભાજપ અને કોંગે્રસનાં સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી અને જયારે સુરક્ષા જવાનો દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.

