રજીયાત હેલ્મેટની અમલવારી સામે ઉગ્ર વિરોધ : પોલીસે અટકાયતી પગલાં લીધા ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે હેલ્મેટ ફરજીયાત
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તીસરી આંખ મારફતે હેલ્મેટ નહિ પહેરનારાઓને ઈ-ચલણ અપાશે
Rajkot,તા.08
રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકો માટે ફરજીયાત હેલ્મેટની અમલવારીના નિર્ણય બાદ આજે સવારથી જ રાજકોટ શહેરમાં વરસતાં વરસાદની વચ્ચે હેલ્મેટની અમલવારી કરાવવામાં આવી રહી છે. સવારથી જ પોલીસ શહેરીજનો પર તૂટી પડી હોય તેમ રાજમાર્ગો, સર્કલ સહીત 12 પોલીસ મથકના અલગ અલગ 44 પોઈન્ટ પર ટ્રાફિક અને શહેરના તમામ પોલીસ મથકના જવાનોના ઘાડે ધાડા ઉતરી પડ્યા હતા અને 400 થી વધુનો સ્ટાફ ઇ-ચલણ મશીન લઈ ગોઠવાઈ ગયો હતો. પોલીસની ટીમોએ ફક્ત ત્રણ કલાકમાં જ 2571 કેસો કરી રૂ. 12.21 લાખનો દંડ ફટકાર્યો હતો. વરસતા વરસાદ વચ્ચે શહેરના તમામ પોઇન્ટ અને સર્કલ જેવા કે, બહુમાળી ભવન, હેડ કવાર્ટર ચોક, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, કેકેવી હોલ સર્કલ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, મવડી ચોકડી, ગોંડલ ચોકડી સહિતના તમામ સર્કલ સહીત અલગ અલગ 44 પોઇન્ટ પર ટ્રાફિક અને શહેર પોલીસના જવાનો મળી 400 થી વધું પોલીસ સ્ટાફ ઈ-ચલણ મશીન સાથે મેદાન પર ઉતરી પડ્યો હતો. પોલીસની ટીમો દ્વારા શહેરના અલગ અલગ 44 પોઇન્ટ પર ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી ફક્ત ત્રણ કલાકમાં જ હેલ્મેટ અંગેના 2571 કેસો કરી રૂ. 12.21 લાખનો દંડ ફાટકારવામાં આવ્યો હતો. , વાહન ચાલક અને વાહન સવાર વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેરેલ હોય તેમને અટકાવી દંડનીય કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૨ વર્ષથી વધુના બાળકો માટે પણ હેલ્મેટ ફરજીયાત છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરા મારફતે પણ હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકોને ઈ-ચલણ આપી દંડિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, હેલ્મેટના નિયમભંગ બદલ રૂ. 500 ના દંડની જોગવાઈ છે જે મુજબ જ દંડ ફટકારવામાં આવશે. વારંવાર હેલ્મેટ ભંગ બદલ ઝડપાતા ચાલકો ધ્યાને આવશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવા અર્થે દરખાસ્ત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.