Ghaza,તા.૧૪
હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર સૌથી ઘાતક ડ્રોન હુમલો કર્યો હતો. હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલના બિન્યામિના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં તેના ચાર સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. લગભગ ૭૦ જવાનો ઘાયલ થયા છે. સાત જવાનોની હાલત ગંભીર છે. હેલિકોપ્ટરની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયેલની સેનાએ સૈનિકોના પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપી છે.
ઈઝરાયેલના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે તેના બે આત્મઘાતી ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ ડ્રોન દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા. આ હિઝબુલ્લાહના સૌથી અગ્રણી આત્મઘાતી મીરસાદ ડ્રોન હતા. તેઓ ઈરાનમાં અબાબિલ-ટી તરીકે પણ ઓળખાય છે.
લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર આત્મઘાતી ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં ચાર ઈઝરાયેલ આર્મી આઇડીએફ સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.
હિઝબુલ્લાએ બિન્યામિનામાં લશ્કરી મથક પર હુમલો કર્યો. ઈઝરાયેલ પર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલ આ હુમલો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલમાં થયેલા આ હુમલામાં અત્યાર સુધીમાં ૬૭ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.
હિઝબુલ્લાએ ઇઝરાયલના હાઇફા શહેરને નિશાન બનાવીને લગભગ ૨૫ રોકેટ અને મિસાઇલો છોડ્યા હતા. ઈઝરાયેલની ચેનલ ૧૨ અનુસાર, હુમલા પહેલા કોઈ ચેતવણી સાયરન આપવામાં આવી ન હતી. ઉત્તર ઇઝરાયેલમાં રવિવારે રાત્રે વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ થી, હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. હિઝબુલ્લાનું કહેવું છે કે તેઓએ બિન્યામિનામાં ઇઝરાયલી સેનાના ગોલાની બ્રિગેડ કેમ્પ પર હુમલો કર્યો છે. ઉત્તર ઇઝરાયેલમાં રાતોરાત વિસ્ફોટ અને સાયરન સંભળાયા.