Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025

    Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો

    August 29, 2025

    Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો

    August 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો
    • Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો
    • Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો
    • Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી
    • ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
    • 30 ઓગસ્ટ નું રાશિફળ
    • 30 ઓગસ્ટ નું પંચાંગ
    • તંત્રી લેખ…ભારતની તૈયારી, ટ્રમ્પના ટેરિફનો ઉકેલ શું છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»ઘરમાં છુપાયેલો રાક્ષસ : Dust mite
    હેલ્થ

    ઘરમાં છુપાયેલો રાક્ષસ : Dust mite

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.14

    આપણા જ ઘરમાં લાખોની સંખ્યામાં  સૂક્ષ્મ જીવાત આપણી મૃત ત્વચા ખાઈને જીવે છે. આ જંતુનો મળ શ્વસનતંત્ર માટે નુકસાનકારક છે એટલે ઘરમાં ધૂળ-રજકણ  એકઠી થાય એ પહેલાં જ એની નિયમિત સફાઈ કરવી જરૂરી છે

    વરસાદ શરૂ થયો છે એટલે હવે મુંબઈમાં ભેજ અને ગરમીને કારણે બફારો શરૂ થયો છે. આ સીઝન ડસ્ટ માઈટ્સ એટલે કે ધૂળમાં રહેતા સૂક્ષ્મ જંતુઓને ફૂલવાફાલવા માટે બેસ્ટ ગણાય. બફારાની સીઝન સિવાય પણ આપણાં ઘરોમાં ધૂળ અને કચરાની અંદર લાખોની સંખ્યામાં જંતુઓ રહેતા હોય છે. આ જંતુઓને કારણે અસ્થમા અને શ્વસનતંત્રની તકલીફો વકરે છે. ક્રોનિક અસ્થમાના દરદીઓને જ નહીં, ઘણી વાર સામાન્ય લોકોને પણ રાતે અચાનક ઊંઘમાંથી ઊઠી જવાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આનું સઘળું શ્રેય આપણા જ ઘરમાં ફાલી રહેલી ડસ્ટ માઈટ છે.

    આ અતિસૂક્ષ્મ જીવાણુઓ છે જે ધૂળ અને રજકણમાં રહે છે અને એ જ ખાઈને જીવે છે. એ આઠ પગવાળી રેકટેન્ગ્યુલર શેપની જીવાત હોય છે. એનો કલર ક્રીમી બ્લુ હોય છે. એ ૪૨૦ માઈક્રોમીટર પહોળાઈની હોવાથી નરી આંખે નથી દેખી શકાતી, માત્ર માઈક્રોસ્કોપ વડે જ દેખી શકાય છે. ત્રણથી ચાર મહિનાનું એનું જીવન હોય છે. ૨૦થી ૩ ૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે હ્યુમિડિટી ૫૦ ટકાથી વધી જાય ત્યારે એ ખૂબ કમ્ફર્ટેબલી રહે છે અને એનો વ્યાપ પણ  વધે છે. આ જીવાત પોતે કોઈ જ ડિસીઝ નથી ફેલાવતી, પરંતુ એ જે મળ કાઢે છે એ ડેન્જરસ હોય છે. આ જીવત ધૂળની રજકણ ઉપરાંત માનવ તેમજ પ્રાણીના શરીરની મૃત ત્વચા તેમજ ડેન્ડ્રફ ખાઈને જીવે છે. એક વ્યક્તિના શરીરમાંથી રોજ સરેરાશ ૧.૫ ગ્રામ મૃત ત્વચા છૂટી પડે છે. આટલી ડસ્ટ દસ લાખ જીવતાનું પેટ ભરવા માટે પૂરતી હોય છે. જીવાત પોતે નુકસાનકારકર નથી. એ આપણને કરડતી નથી, પરંતુ એના મળમાં રહેલાં ખાસ કેમિકલ્સ શ્વસનતંત્રને નુકસાન કરે છે. આ ડસ્ટ માઈટ મોટાભાગે જૂના ફર્નિચર તેમજ બેડશીટ્સ, કવર, કુશન, બ્લેન્કેટસ, કાર્પેટ, પડદા, ટેબલ-ક્લોથ તેમ કિચનમાં વપરાતા કપડા અને ફર્નિચરમાં ભરાઈ રહે છે. એક ડસ્ટ માઈટ ત્રણથી ચાર મહિના જીવે એ દરમિયાન એના શરીરના વજન કરતાં ૨૦૦ ગણો વધુ મળ બહાર કાઢી ચૂકી હોય છે. આ મળ ઘરમાં ખુલ્લા વપરાશમાં મુકાયેલાં કપડાંમાં અંદરની તરફ ચોંટી રહે છે. એટલે કે જીવાત મરી જાય તો પણ એનો મળ માણસને પજવવા પાછળ રહી જાય છે.

    ડસ્ટ માઈટ પોતે અતિસૂક્ષ્મ હોય છે અને એનો મળ પણ સૂક્ષ્મ હોય છે. મળ પણ નરી આંખે જોઈ નથી શકાતો. આપણને લાગે કે ચાદર ચોખ્ખી જ છે, પરંતુ એની અંદર લાખોની સંખ્યામાં ડસ્ટ માઈટ હોય અને એના કરતાં પાંચગણો એનો મળ પણ હોય એવું બની શકે છે.

    છુટકારો મેળવવા શું કરવું?

    સૂકી  ગરમી : ચાદર, બ્લેન્કેટ, પડદા, કવર જેવાં કપડાંને ગરમ પાણીમાં  ધોવા જોઈએ. ચોમાસાની સીઝનમાં એ બરાબર સુકાઈ જાય પછી જ વપરાશમાં લેવાં. કપડાં વોશિંગ મશીનમાં ડ્રાય કરીને વાપરી શકાય. કપડાની તમામ ચીજો વાપરતાં પહેલાં ઇસ્ત્રી કરેલી હોય એ જરૂરી છે.

    ૬૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો ફ્રીઝિંગ ઠંડક આ બે એવાં એકસ્ટ્રીમ વાતાવરણ છે જેમાં ડસ્ટ માઈટ ટકી નથી શકતી.  ઘરમાં  ભેજ રહેતો હોય તો હીટર ચાલુ કરીને ભેજ દૂર કરવો જોઈએ. એસીથી પણ ભેજનું પ્રમાણ ઘટે છે. એસી ધરાવતાં ઘરોમાં ડસ્ટ માઈટનો ફાલ ઓછો જોવા મળે છે.

    વેક્યુમ કલીનર: સામાન્ય વેક્યુમ કલીનરથી કાર્પેટ જેવા જાડા ફેબ્રિકમાંથી ડસ્ટ માઈટ દૂર નથી થતી. ૧૦૦૦ વોટ્સથી ધૂળ ખેંચે એવા સ્ટ્રોંન્ગ વેક્યુમ કલીનરથી કાર્પેટ તેમ જ સોફા પરના કપડાંને રોજ સાફ કરવાં જરૂરી છે.

    ફર્નિચર પોલિશ: ઘરમાં જૂનું ફર્નિચર હોય તો એ ડસ્ટ માઈટનો અડ્ડો બની શકે છે. જો નવું ફર્નિચર વસાવી શકો એમ ન હો તો એટલીસ્ટ એને નિયમિત પોલીશ કરાવી લેવી જોઈએ, જેથી એનાં પોલાણવાળાં છિદ્રો  પુરાઈ જાય છે.

    Dust mite
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    પલાળેલી કાળી કિસમિસના પાણીના ઘણા ફાયદા

    August 21, 2025
    મુખ્ય સમાચાર

    Corona ને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે,હૃદય રોગનું જોખમ વધે છે: રિસર્ચમાં દાવો

    August 20, 2025
    હેલ્થ

    લવિંગનું પાણી સ્વાસ્થ્યને આપે છે અનેક ફાયદા

    August 14, 2025
    હેલ્થ

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025
    લેખ

    World ફેફસાંનું કેન્સર દિવસ ૧ ઓગસ્ટ ૨૦૨૫ – તમાકુ મુક્ત જીવન

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઊંઘમાં ખલેલ પહોંચવાથી 172 બીમારીઓનો ખતરો વધી જાય છે

    July 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025

    Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો

    August 29, 2025

    Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો

    August 29, 2025

    Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી

    August 29, 2025

    ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી

    August 29, 2025

    30 ઓગસ્ટ નું રાશિફળ

    August 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025

    Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો

    August 29, 2025

    Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો

    August 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.