Ahmedabad,તા.૭
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે.એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.ગુજરાતના ધાર્મિક સ્થળો ઉપરાંત મહત્વના સ્થળો પર સુરક્ષા પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં કોઇ પણ પ્રકારની અપ્રિય ધટના ન બને તે માટે પોલીસ પેટ્રોલીગ પર શરૂ કરવામાં આવ્યું છે.
બીજી તરફ રાજ્યના તમામ એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. રાજકોટ, ભૂજ અને જામનગર એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. ભૂજનું એરપોર્ટ અચોક્કસ મુદત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરાયું છે. ભૂજમાં સરહદી વિસ્તારમાં બોર્ડર નજીક સુરક્ષા સઘન કરાઇ છે. પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક બાદ કચ્છમાં તમામ સુરક્ષા એજન્સી એલર્ટ પર છે.
રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ માટે સિવિલ ફ્લાઈટ માટે બંધ કરાઈ છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટ્રી વિમાન માટે અનામત આપવામાં આવી છે. ત્રણ દિવસ ૨૪ કલાક મિલિટ્રી વિમાન માટે એરપોર્ટ ખુલ્લુ રાખવામાં આવશે. જામનગરમાં બપોર સુધીની સિવિલ ફ્લાઈટ રદ કરાઈ છે. દીવનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાના ભાગ રુપે રાજકોટ બાદ ભૂજનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ઓપરેટ કરવામાં નહીં આવે. તેમજ જામનગરનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.