Ahmedabad, તા.19
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા કલમ 153C હેઠળ બહાર પાડવામાં આવેલા નોટિસ રદ કરતાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. અદાલતે જણાવ્યું કે વિભાગે ફરજિયાત સેટિસ્ફેક્શન નોટ કાયદેસર નિર્ધારિત સમયમર્યાદામાં નોંધ્યાં વગર જ કાર્યવાહી શરૂ કરી, જે માન્ય નથી.
અદાલતે આ પણ નોંધ્યું કે અરજદારના વકીલોએ દલીલ કરી હતી કે શોધ (સર્ચ) પછી લગભગ ચાર વર્ષ વિત્યા બાદ નોટિસો આપવામાં આવી હતી, જે કાયદાની ભાવનાના વિરુદ્ધ છે.
ન્યાયમૂર્તિ એ.એસ. સુપેહિયા અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બે અલગ અરજીઓમાં સંયુક્ત ચુકાદો આપ્યો હતો. અરજદારો સામે કલમ 153ઈ હેઠળ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ આપવામાં આવેલી નોટિસોને પડકારવામાં આવી હતી.
અદાલતે નોંધ્યું કે, સંબંધિત પેઢી પર 15 ઓક્ટોબર, 2019ના રોજ સર્ચ થયું હતું અને તેનું એસેસમેન્ટ ઓગસ્ટ 2021માં પૂર્ણ થયું હતું, છતાં પણ સર્ચ કરાયેલા વ્યક્તિના એસેસિંગ ઓફિસરે 6 જૂન, 2023ના રોજ-આશરે 22 મહિના બાદ-સેટિસ્ફેક્શન નોટ તૈયાર કરી.
અદાલતે આ વિલંબને inordinate delay ગણાવી, અને સુપ્રીમ કોર્ટના Calcutta Knitwear ચુકાદા તેમજ CBDT સર્ક્યુલર 24/2015ના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. નિયમો અનુસાર સેટિસ્ફેક્શન નોટ સર્ચ થયેલા પેઢીના એસેસમેન્ટ દરમ્યાન અથવા તરત જ પછી લખવી ફરજિયાત છે.
અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું કે, કલમ 153ઈ હેઠળ કાર્યવાહી કરવા માટે એઓએ એવો સેટિસ્ફેક્શન નોટ નોંધવી જરૂરી છે કે મળેલા દસ્તાવેજો અથવા સામગ્રી પેઢીની કુલ આવકના નિર્ધારણ પર અસર કરશે.
અટલો લાંબો વિલંબ `immediatel’ શબ્દની ભાવનાને જ નકારી નાખે છે અને સર્ચ એસેસમેન્ટને ઝડપથી પૂર્ણ કરવાની વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે, એમ બેન્ચે નોંધ્યું.
ઇનકમ ટેક્સ વિભાગે વિલંબ માટ¡ COVID-19 મહામારી અને ફેસલેસ એસેસમેન્ટ સ્કીમના કારણે શાસનાત્મક ફેરફારોને જવાબદાર ગણાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બેન્ચે બંને કારણો ફગાવી દીધા હતા અને નોંધ્યું હતું કે, સર્ચ પછી પેઢીનું એસેસમેન્ટ સ્વયં pandemic દરમ્યાન પૂર્ણ થયું હતું.
તેમજ કલમ 153A અને 153Cની પ્રક્રિયા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમથી સંપૂર્ણપણે બહાર છે. આ કારણો માત્ર બાદમાં બનાવવામાં આવેલ બહાનાં જેવી લાગે છે, એમ અદાલતે ટિપ્પણી કરી હતી.
અદાલતે સ્પષ્ટ કર્યું કે 22 મહિનાનો વિલંબ કાયદેસરની આવશ્યકતાઓનો ભંગ કરે છે અને જુરિસ્ડિક્શન જ ખોટી રીતે ઉપયોગમાં લેવાયો છે. ત્યારબાદ હાઈકોર્ટએ બંને અરજીઓ મંજૂર કરી અને ઇનકમ ટેક્સ વિભાગનો બધી નોટીસો રદ કરી હતી

