આરોપીઓને મૃતક સાથે દુશ્મનાવટ નહિ હોવાની અને બનાવ વખતે હાજરી નહીં હોવાના મતલબની રજૂઆતો થઈ
Jamnagar,તા.15
જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરાજાહેર હત્યા નીપજાવવા અંગેના ગુનામાં સડોવાયેલા કુખ્યાત સાઈચા બંધુઓ સહિતના આરોપીઓ પૈકી જેલ હવાલે રહેલા વધુ બે શખ્સની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરતો હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને એડવોકેટ હારુન પલેજા કે જેઓની બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મિલ સામેના ભાગમાં સરાજાહેર હત્યા નિપજવામાં આવી હતી. એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઈક પર પોતાના ઘેર જઈ રહ્યા હતા, જે દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેના પર છરી-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા, આ બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાના બનાવમાં કોર્પોરેટર નૂરમામદ પલેજાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાકા એડવોકેટ હારુન પલેજાની હત્યા નીપજાવવામા બેડી વિસ્તારના બસીર જુસબ સાઈચા, ઈમરાન નૂર મહંમદ સાઈચા, રમજાન સલીમભાઈ સાઈચા, સિકંદર રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુસેન કકકલ, સુલેમાન હુસેન કકકલ, ગુલામ જુસબ સાઈચા, એજાજ ઉંમર સાઈચા, મહેબૂબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા અને સબીર ઓસમાન ચમડીયા સામે ગુનો નોંધ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસે 11 શખ્સોની ધરપકડ કરી હતી. જેલ હવાલે રહેલા ગુલામ જુસબ સાઈચા તથા મહેબુબ જુસબ સાઈચાએ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજીમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલમાં આરોપીઓ સામે આક્ષેપ છે કે, ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ હોય તમામ પક્ષકારોને વિગતવાર સાંભળી હાઈકોર્ટના ન્યાયમૂર્તી તેઆ નિષ્કર્ષ પર આવેલ હતા કે, આરોપીઓએ ગુન્હામાં ભજવેલ ભાગ ધ્યાને લેતા તેઓ ગુજરનારને મારી નાખવાની મીટિંગમાં હાજર રહેલ હોય તે સીવાય આરોપીઓએ સદર ગુન્હાના કામે બીજો કોઈ પ્રત્યક્ષ ભાગ ભજવેલ ન હોય. આરોપી ગુલામ જુસબ સાઈચા તથા આરોપી મહેબુબ જુસબ સાઈચાને હાઈકોર્ટ ધ્વારા શરતોને આધીન જામની પર મુકત કરવા આદેશ ફરમાવેલ આવેલો હતો.આ કામે આરોપીઓ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સ્તવત મહેતા, રાજન કોટેચા, નીકુંજ શુકલા, કૃણાલ કોટેચા, બ્રીજેશ ચૌહાણ, ડેનીશા પટેલ, નીલરાજ રાણા, સનમ શેખ તથા મદદનીશ તરીકે નિરજંન ભટ્ટી, નિશાંત ચાવડા, ઋષીત રોહીત, અભય લખતરીયા, ગૌરવ રાઠોડ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિરાટ પોપટ રોકાયેલ હતા.