Rajkot, તા.09
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા સંચાલિત ધારી શાખા ના સભાસદને ચેક રિટર્ન કેસમા કરેલી સજા સામે હાઇકોર્ટેમા કરેલી અપીલ ફગાવી દઈ બાકીદારની સજા કાયમ રાખતો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસ ની વિગત મુજબ બગસરા નાગરિક સહકારી મંડળી ની ધારી શાખાના સભાસદ રફીક હુસેનભાઇ પઠાણ, અનિશા બેન રફીક પઠાણ એ લોન લીધી હતી અને આપેલા ચેક રિટર્ન થતા ધારી કોર્ટમાં કેસ દાખલ થયો હતો, અને અદાલતે રફીક હુસેન પઠાણને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ જેટલું દંડ નો હુકમ કર્યો હતો તેની સામે અપીલ દાખલ થઈ હતી અને હાઇકોર્ટમાં એવી દલીલ થઈ હતી કે કલમ ૪૨૭નું ખોટું અર્થઘટન થયેલ છે અને બચાવ પક્ષે દલીલ કરી હતી કે બંને કેસ એક જ પક્ષકારોનો હોય નીચેની અદાલતે આપેલ સજા ક્રમશ ન ચાલી ને એક સાથે ચલાવી જોઈએ આ કેસમાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી વતી હાઇકોર્ટમાં એડવોકેટ નીશિથ આચાર્ય રોકાયા હતા તેમણે કરેલી દલીલો અને લઈને રફીક હુસેનભાઇ પઠાણની અરજી હાઇકોર્ટે નામંજૂર કરી સજા યથાવત રાખી હતી.