Chotila તા.20
ચોટીલા હાઇવે ઉપરની કેટલીક હોટલો ગે. કા. પ્રવૃત્તિઓનું હબ બનેલ હોય તેવું તાજેતરમાં પ્રાત અધિકારી ટીમનાં દરોડા ઉપરથી ફલિત થાય છે ગઇ કાલે રાજકોટ હાઇવે ઉપર આવેલ નાગરાજ અને ખુશ્બુ હોટલ પર નાયબ કલેકટર એચ ટી મકવાણાની ટીમો ત્રાટકી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ અને જુદા જુદા ત્રણ ટાંકાઓ સહિત 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
ચોટીલા રાજકોટ હાઇવે ઉપરની ખેરડી તરફ જવાના રસ્તા નજીક આવેલ હોટલ નાગરાજ માંથી આશરે.4000, તેમજ હોટલ ખુશ્બૂમાંથી 1000 લીટર કુલ મળીને 5000 લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો છે.
તંત્ર એ પાડેલ દરોડામાં શંકા ન જાય તે માટે રાખેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ પર કાચું/પાકું બાંધકામ કરાયેલું મળી આવેલ હતું તેમજ ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મ ને બે ટાંકા બનાવી અને આ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ નો જથ્થો રાખેલ હતો જેથી આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની અને દુર્ઘટના બનવાની શક્યતા રહેલ જણાઇ આવેલ તેમજ મોટા પ્રમાણમાં જાન હાનિ થવાની શક્યતા પણ દેખાય રહેલ.
તંત્ર એ પેટ્રોલિયમ્સ પદાર્થ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 5,65,000/- મુદ્દામાલ કબ્જે કરી જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બંન્ને હોટલ સીલ કરી માલિક એવા નાગરાજ હોટલ યુવરાજભાઈ કનુભાઈ ધાધલ, ખુશ્બુ હોટલના જોરુભાઈ ભોજભાઈ ધાધલ સામે (1) ધી એક્સપ્લોઝિવ રુલ્સ-2008 (2) આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 (3) વેપારીઓનું નિયમન કરવા બાબત હુકમ-1977 (4) MS & HSD કંટ્રોલ ઓર્ડર-2005 (5) પેટ્રોલિયમ રૂલ્સ-2002 (6) પેટ્રોલિયમ એક્ટ- 1934 (7) ફાયર સેફટી એક્ટ-2013 (8) સોલ્વન્ટ રેફીનેન્ટ એન્ડ સ્લોપ ઓર્ડર-2000 (9) ગુજરાત ફાયર પ્રીવેન્શન ઓફ લાઇફ સેફ્ટી મેજર એક્ટ-2013 ના ભંગ બદલ તેઓની વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.