Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

    July 5, 2025

    Morbi: જાંબુડિયા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત

    July 5, 2025

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું
    • Morbi: જાંબુડિયા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત
    • Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર
    • પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે
    • Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?
    • Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી
    • Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ
    • 20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ
    રાષ્ટ્રીય

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    Vikram RavalBy Vikram RavalJuly 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 5
    દેશમાં નેશનલ હાઇવેની સફરમાં એક મોટી રાહત મળી છે. કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ટોલટેકસની ગણતરીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેના કારણે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલટેકસમાં 50 ટકા જેટલો ફાયદો થશે.

    સરકારે જાહેર કરેલી ફોર્મ્યુલામાં નેશનલ હાઇવે ટોલ નિયમ 2008માં સુધારો કર્યો છે અને તે અંગે તા.2 જુલાઇ ના રોજ તેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેના કારણે ટોલની ગણતરીની પધ્ધતિ પણ બદલાઇ ગઇ છે અને યાત્રીઓ પર બોજો પણ ઘટશે.

    મંત્રાલય દ્વારા અંગે જે ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે તેના આધારે હવે ટોલટેકસ નકકી થશે અને તેમાં સૌથી મહત્વનું એ છે કે જે માર્ગો પર ટનલ, પુલ, ફલાયઓવર અથવા એલીવેટેડ માર્ગો આવેલા હોય ત્યાં આ નવી ફોર્મ્યુલા લાગુ થશે.

    જે મુજબ દ્રષ્ટાંતરૂપે કોઇ રાષ્ટ્રીય રાજમાર્ગની કુલ લંબાઇ 40 કિ.મી. હોય જે ક્ષેત્રમાં ટોલટેકસ લાગતો હોય તો તેની લઘુતમ લંબાઇને તેની વાસ્તવિક લંબાઇના 10 ગણા એટલે કે 40 કિ.મી.ના માર્ગના 400 કિ.મી. ગણીને અથવા તો કુલ પાંચ ગણો ગણીને 200 કિ.મી.ની ગણતરી મુજબ ટોલટેકસ લેવામાં આવશે અને તે મુજબ ફકત 50 ટકા જ ટોલટેકસ ભરવાનો રહેશે.

    આ સમગ્ર નવી નીતિનો અમલ જે માર્ગો પર અલગથી પુલ, સુરંગ(ભુગર્ભ માર્ગ) ફલાયઓવર અથવા તો કોઇ એલીવેટેડ માર્ગ હશે તેને લાગુ પડશે. આ સમગ્ર પ્રક્રિયા મુજબ આગામી દિવસોમાં ટોલટેકસની રકમ ઘટી જશે. તેવો સંકેત છે.

    અત્યાર સુધી દરેક હાઇવે પર કિલોમીટર મુજબ સામાન્ય ટોલટેકસના 10 ગણી રકમ વસુલાતી હતી અને તેનો તર્ક એ હતો કે આ ટોલની ગણતરી પુલ સહિતના વધારાના જે બાંધકામો છે તેના ખર્ચને ગણતરી કરવા માટે આ પધ્ધતિ અપનાવાઇ હતી પરંતુ હવે કોઇ પણ નેશનલ હાઇવે કે જેના પર ટોલટેકસ લાગતો હોય તેમાં ફલાયઓવર, અન્ડરપાસ, સુરંગ જેવી સ્થિતિમાં ટોલટેકસ 50 ટકા ઘટી જશે.

    સરકાર આ બાબતમાં ટુંક સમયમાં જ તમામ ટોલનાકાઓ માટે નવો ટોલટેકસ દર પણ જાહેર થઇ જશે.   આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ એક સ્માર્ટ ડિજીટલ સુવિધા લોન્ચ કરી છે.

    જેમાં હાઇવે ઉપર સફર કરનાર માટે મદદરૂપ બનશે અને એકથી વધુ માર્ગ પર સફરનો તેની પાસે વિકલ્પ હોય તો કયાં માર્ગ પર તેને ઓછો ટોલ ટેકસ લાગશે તે પણ માહિતી મળી જશે.

    જેમ કે દિલ્હીથી લખનઉ જવા માટે ત્રણ રૂટ છે અને જેઓને ખ્યાલ ન હોય તેઓને કોઇપણ રૂટમાં જવાથી ટોલ ટેકસ વધારે ભરવો પડે તેવી શકયતા પણ રહે છે અને તેના કારણે  માર્ગો પર બીનજરૂરી વધારાનો બોજો પણ સર્જાઇ છે.

     

    50%: Implementation Highway toll tax
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    July 5, 2025
    રાષ્ટ્રીય

    Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી

    July 5, 2025
    રાષ્ટ્રીય

    Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ

    July 5, 2025
    અન્ય રાજ્યો

    20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર

    July 5, 2025
    રાષ્ટ્રીય

    મોદી સરકાર ટેરીફ મુદ્દે ટ્રમ્પ સામે ઝુકી જશે : Rahul

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

    July 5, 2025

    Morbi: જાંબુડિયા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત

    July 5, 2025

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    July 5, 2025

    પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે

    July 5, 2025

    Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?

    July 5, 2025

    Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

    July 5, 2025

    Morbi: જાંબુડિયા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત

    July 5, 2025

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.