Mumbai,તા.18
સંજય લીલા ભણશાળીની ‘હીરા મંડી’ સીરિઝના બીજા ભાગની તૈયારીઓ શરુ થઈ છે. બીજા ભાગનું બજેટ વધારે હશે. તેમાં વધુ ઝાકમઝાળ જોવા મળી શકે છે.
જોકે, ભણશાળીએ બીજા ભાગના શૂટિંગ માટે હજુ કોઈ ટાઈમટેબલ તૈયાર કર્યું નથી. તે હાલ આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને રણબીર કપૂર સાથે ‘લવ એન્ડ વોર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે.
સંજીદા શેખે હીરામંડીમાં વહીદા બેગમનો રોલ કર્યો હતો.
તેણે એક વાતચીત દરમિયાન હીરામંડી ટુની જોરશોરથી તૈયારી થઇ રહી હોવાનુ કન્ફર્મ કર્યું હતું.