Jamnagar,તા.23
જામનગર શહેરથી પંદર કિલોમીટર દૂર આવેલો અને ઇ.સ. ૧૯૩૦મા જામરણજીતસિંહજીએ જેનું કામ શરૂ કતાવેલુ તે ઐતિહાસીક રણજીતસાગર ડેમ રવિવારે મોડી રાત બાદ ઓવરફ્લો થતા જામનગર વાસીઓ પુલકીત થયા છે. આ ડેમ પીકનીક પોઇન્ટ છે, દેશ વિદેશના પક્ષીઓ આવે છે , પાસે જ રણજીતસિંહજી ઉદ્યાન છે , એથીય વિશેષ આ ડેમથી પંપીંગ વગર પંપહાઉસ સુધી ૧૧ કિોલોમીટર દૂર સુધી પાણી ગ્રેવીટેશનલ ફોર્સથી આવે છે તે ખાસ તકનીકી કરામત છે હાલ દરરોજ હવે નવી લાઇન નંખાયા બાદ રોજનું ૪૦ એમએલડી પાણી જામનગર શહેર માટે લઇએ તો એક વરસ ચાલે તેટલુ પાણી આવી ગયુ છે કેમકે ૨૭.૫ ફુટ ઉંડો અને આશરે સાડા ત્રણ કિલોમીટરથી વધુ પરીઘી ધરાવતો અને આજુબાજુના દસથી વધુ ગામડાની જમીનોને રસતરબર કરતો આ ડેમ રવિવાર મધરાત બાદ એકજ દિવસના વરસાદમાં ઓવરફ્લો થઇ ગયો છે તેમ જામનગર કોર્પોરેશનના વોટર વર્કસ કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ એ જણાવ્યુ છે. દસકાઓથી જામનગરવાસીઓનું રણજીતસાગર ડેમ સાથે એક એટેચમેન્ટ છે લોકો પુછતા રહેતા હોય છે કે ‘‘સાગર છલકાયો…..!!‘‘ આ ડેમ અંગે હવે સંપુર્ણ ટેકનીકલ સ્ટડી હાથ ધરાવાનો છે કેમકે નવ-સાડા નવ દાયકા જુના રણજીતસાગરને કોઇ મેન્ટેનન્સ ની જરૂર છે કે કેમ તે અભ્યાસ જરૂરી છે આટ આટલા પુર , પાણીની થપાટો ,ભૂકંપ અને સીસ્મીક ઝોન ચાર ની આ ભૌગોલીક જનીનમાં અનેક આફટર શોક બાદ પણ અડીખમ આ રણજીતસાગર વિશાળ ડેમ તરબતર થાય ત્યારે સાગર હિલ્લોળે ચઢ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.