વેકેશન પૂર્ણ કરી તાલાળાથી બસમાં ઉતરીને રસ્તો ક્રોસ કરી રહેલી અક્ષીતાબેન વાળા ને બોલેરો એ ઠોકરે લેતા દમ તોડયો
Dhoraji,તા.27
ધોરાજી ઉપલેટા ધોરી માર્ગ પર આવેલા સુપેડી ગામ નજીક હિટ એન્ડ હરણ ની ઘટનામાં ભાવિ મહિલા મોત નીપજ્યું છે. તાલાળા પંથકની યુવતી વેકેશન પૂર્ણ કરી આયુર્વેદિક કોલેજના અભ્યાસ માટે સુપેડી ગામે બસમાં થી ઉતરી ઇવા આયુર્વેદિક કોલેજમાં જતી વેળાએ પૂરપાટ છતી બોલેરો એ હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ .આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ તાલાળા ગામે રહેતા અને ધોરાજી તાલુકાના સુપેડી ગામે એવા આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી અક્ષીતાબેન જીવરાજભાઈ વાળા નામની 21 વર્ષીય યુવતી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી બોલેરો એ હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલી અક્ષીતાબેન વાળા અન્ય વાહન ચાલકે ધવયેલી યુવતીને હોસ્પિટલે ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરતા આ બનાવની જાણ પોલીસ થતા સ્ટાફ દોડી ગયા હતા. બાદ મૃતક યુવતીના તાલાળા સ્થિત પરિવારોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં યુવતી અક્ષીતાબેન જીવરાજભાઈ વાળા સુપેડી ખાતે આવેલી ઇવા આયુર્વેદિક કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને વેકેશન પૂર્ણ થતા પોતાના ગામ તાલાલા થી બસમાં બસમાંથી ઉતરી ને કોલેજ તરફ જઈ રહી ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલી કેરીના બોક્સ ભરેલી બોલેરો વાહને અકસ્માત સર્જ્યો હતો. બાદ વાહન ચાલક પોલીસ મથકે હાજર થતા ધોરાજી પોલીસ મથકના સ્ટાફે મૃતકના પિતા જીવરાજભાઈ પીઠાભાઈ વાળાની ફરિયાદ પરથી બોલેરો પીકપ વાનના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.આ બનાવ ને લઈને તાલાળા થી આયુર્વેદ ડોક્ટર બનવાનું સ્વપનૂ લઈને સુપેડી ઈવા આયુર્વેદ કોલેજ માં અભ્યાસ કરતી યુવતી અને તેમના પરિવાર જનો નું સ્વપનું ચકનાચૂર થઈ ગયું યુવતી અને તેમના પરિવાર જનો અને સુપેડી ગામ માં આવેલ ઇવા આયુર્વેદ કોલેજ માં આ ઘટના ને લઈને શોક ની લાગણી છવાઈ ગઈ હતી.