Morbi,તા.05
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે મનપા તંત્ર સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે તો જાહેરમાં કચરો ફેંકનારને દંડ કરી રહ્યું છે એટલું જ નહિ ફોટો સાથેના હોડીંગ્સ પણ લગાવવામાં આવી રહ્યા છે
મોરબી મનપા દ્વારા અગાઉ જાહેરમાં મૂત્ર વિસર્જન કરનાર નાગરિકોના ફોટો સાથેના હોડીંગ્સ લગાવ્યા હતા અને હવે જાહેરમાં કચરો ફેંકનારને પણ કાયદાનું ભાન કરાવવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે જાહેરમાં કચરો ફેંકનારને દંડ કરવામાં આવી રહ્યો છે તે ઉપરાંત હવે મનપા તંત્રએ આવા નાગરીકોના ફોટો સાથેના હોડીંગ્સ લગાવવાનું શરુ કર્યું છે જેથી જાહેરમાં કચરો ફેંકનારને ચેતી જવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે