Dhank, તા.17
ઉપલેટા તાલુકાના ઢાંક બસ સ્ટેશન પાસે હોલીકા દહનનો કાર્યક્રમ આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાપા સીતારામ યુવક મંડળ દ્વારા આસ્થાભેર ઉજવાયો હતો. મોટી સંખ્યામાં લોકો હોળીની પ્રદક્ષિણા કરી હતી. ખજુર, દાળીયા, ધાણી, શ્રીફળ હોળીમાં પધરાવેલ હતા. અહમ સામે આસ્થા શ્રઘ્ધા અને નિષ્ઠાનો વિજય એટલે હોલીકા દહન આજે ફાગણ સુદ પુનમના દિવસે હોલીકા દહન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.