Japan, તા.24
જાપાનના ઓટો મેન્યુફેક્ચરર હોન્ડા અને નિશાનએ એક બીજામાં વિલયની જાહેરાત કરી છે. આ વિલય બાદ વેચાણની દ્રષ્ટિએ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઓટો કંપની બહાર આવી છે.
બન્ને કંપનીઓએ સોમવારે એમઓયુ પર ત્યારે સાઇન કરી હતી જ્યારે ઓટો ઇન્ડસ્ટ્રી જીવાશ્મ ઇંધણ એટલે કે ફોસીલ ફ્યુલ્સ પર નિર્ભરતાથી દૂર થઇ કહી છે અને તેને ચીની હરીફો સામે જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
જાપાનની મિત્સુવિશી મોટર્સે પણ આ કોન્ટ્રાક્ટના ભાગ હોવા પર સહમતી દર્શાવી છે. હોન્ડા અને નિસાનની સાથે મિત્શુવિશી મોટર્સ અને ફ્રાન્સની રેનો એસએના ગ્રુપને ટોયોટા મોટર કોર્પ અને જર્મનીની ફોક્સવેગન એજીની સાથે હરીફાઇ કરવામાં મદદ મળશે. નિશાન, હોન્ડા અને મિસ્થુબિશી મળીને 80 લાખ વાહન બનાવશે.