Gandhinagar,તા.04
રાજ્યના 118 પોલીસ અધિકારી, કર્મચારીઓને તેમની પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
કે ગુજરાતની સુરક્ષા કરતા કર્મીઓને સાહસિક સેવાનો સમુચિત સન્માન કરવાના ગૌરવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને ગુજરાત પોલીસના જાંબાઝ ફરજનિષ્ઠ કર્મયોગીને ગુજરાતનું શૌર્ય ગણાવ્યું હતું તેમજ રાજયમાં શાંતિ અને સલામતીના વાતાવરણનો યશ પોલીસ તંત્રને ફાળે જાય છે. સમૃધ્ધ ગુજરાત, સુરક્ષિત ગુજરાત, નિર્માણમાં ગુજરાત પોલીસની ભૂમિકા રહેલી છે.
જે સન્માનના રાજકોટના તત્કાલીન સીપી રાજુ ભાર્ગવ, સુરત પોલીસ કમિશ્ર્નર અનુપમસિંહ ગહેલોત, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ ડીસીપી સજજનસિંહ પરમાર સહિતના અધિકારીઓને અલગ અલગ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.

