Junagadh તા.23
જુનાગઢ ટીંબાવાડી બાયપાસ સ્વામિનારાયણ ગેઈટ નજીક એક કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા કાર ચાલક મહા મહેનતે ઉતરીને જીવ બચાવી નીચે ઉતરી ગયો હતો.
વેરાવળની પાસીંગ ધરાવતી કવીડ કાર નં.જીજે 32 8172ના ચાલક (માલીક) અરવિંદભાઈ ડાંગર દાતાર રોડતી ઝાંઝરડા રોડ તરફ જતી કાર બાયપાસ સ્વામિનારાયણ ગેઈટને પસાર થયા બાદ દેવાયત બોદરના પૂતળા નજીક જ ચાલુ ગાડી બંધ થઈ જતા ધુમાણાના ગોટા નીકળવા લાગતા ચાલક નીચે ઉતરી ગયા બાદ આગ ભભુકી ઉઠતા થોડી મીનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. લગભગ સંપૂર્ણપણે કાર ખાખ થઈ જવા પામી હતી. આગનું કારણ શોર્ટ સર્કીટના કારણે લાગી હતી.
વંથલી-જુનાગઢ ઝાંઝરડા બાયપાસ રોડ થોડીવાર માટે બંધ થઈ જવા પામ્યો હતો મનપાના ફાયર જવાનોએ આગને કાબુમાં લીધી ત્યાં કાર ભડથુ થઈ જવા પામી હતી.