એલસીબી એ દરોડો પાડી આઠ શખ્સની ધરપકડ, ચાર ફરાર :9.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
Dhrol,તા.12
ધ્રોલ તાલુકાના રોજીયા ગામની સીમમાં ધોડી પાસાની ધમધમતી જુગાર ની કલબ એલસીબી એ દરોડો પાડી જામનગરના આઠ શખ્સોની ધરપકડ કરી રોકડ મોબાઈલ અને કાર મળી 9.42 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુંટેલા ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ જામનગર જિલ્લામાં દારૂ અને જુગારની બધી ડામી દેવા એસપી પ્રેમસુખ ડેલુ એ આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઈ વીએમ લગારીયા અને ઇન્ચાર્જ પીઆઇ બી એન ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહેતા સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર અને સંજયસિંહ જસુભા જાડેજા બને શખ્સો દ્વારા સંજયસિંહની વાડીમાં ઘોડી પાસાની જુગાર કલબ ચલાવતા હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ.પી.એન મોરી સીએમ કાટેલીયા સ્ટાફ હરપાલસિંહ સોઢા ભરતભાઈ પટેલ હિતેન્દ્રસિંહ જાડેજા અરજણભાઈ કોડીયાતર સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન જુગાર રમતા જામનગરના સુખદેવસિંહ વાઢેર, ભરત વજશી ડાંગર ,અનવર મિયા ફકીર ,જાવેદ અલી મહંમદ બલોચ, મુસ્તુફા કાસમ ખીરા ,મહેશ નરશી થાપા, આસિફ યુનુસ ખફી અને અજીજખાન આમદખાન સરવાણીની ધરપકડ કરી જૂગારના પટમાંથી બે લાખ રોકડા, આઠ મોબાઇલ અને કાર મળી ₹9.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરોડા દરમિયાન નાશ ભાગ મચી જતા નવાગામ ઘેડના હિતેન્દ્રસિંહ અભેસંગ ઝાલા, સંજયસિંહ જસુભા જાડેજા સિધ્ધરાજસિંહ જટુભા જાડેજા અને જામનગરના ગુલાબનગર નો દિનેશ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.