ચાર શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ,રૂ. ૪.૮૫૦ કબ્જે
Rajkot,તા.03
શહેરના ભગવતીપરમાં આશાબાપીરની દરગાહ પાસે જાહેરમાં ચાલતા ઘોડી પાસાના જુગાર ધામ પર બી ડિવિઝન પોલીસની ટીમે દરોડૉ પાડી , જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ.૪.૮૫૦ની રોકડ કબ્જે કરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બી ડિવિઝન પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભગવતી પરા વિસ્તારમાં આવેલી આશાબા પીરની દરગાહ પાસે જાહેરમાં ઘોડપાસાનો જુગાર ખેલાઈ રહ્યો છે. બી ડિવિઝન પોલીસ ની ટીમ ભગવતીપરમાં પહોંચી, ઘોડીપાસાંનો જુગાર રમતા સાગર રાજુભાઈ ગોસાઈ, મોસીન મજીદ ભાઈ સોરા ,અજીત અબ્દુલભાઈ પરમાર અને સંજય લાલજીભાઈ પરમાર નામના શખ્સોને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂપિયા ૪.૮૫૦ની રોકડ કબ્જે કરી છે.