Jamnagar તા.11
જામનગરના એક આસામી પાસેથી હોટલના ધંધાર્થી એ રૂ.૧ લાખ હાથઉછીના લઈ આપેલો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.
જામનગરમાં સર્વોદય સોસાયટીમાં રહેતા નીશિથભાઈ ધીરજલાલ મહેતા પાસેથી દરેડ ફેસ-થ્રી નજીક સોમનાથ હોટલ ચલાવતા વિજય ભગવાનજી મુંગરા એ રૂ.૧ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે વિજય મુંગરા એ ચેક આપ્યો હતો.
ઉપરોક્ત ચેક નિશીથભાઈએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા સહી ફરકના શેરા સાથે તે ચેક પરત ફર્યાે હતો. નિશીથભાઈએ વિજય મુંગરા સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિજય મુંગરાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.