Mumbai,તા.8
અમિતાભ બચ્ચને સમાજમાં ગૃહિણીઓના યોગદાનની પ્રશંસા કરી છે. તેઓએ તેમનાં બ્લોગ દ્વારા કહ્યું કે, ઘણી મહિલાઓ તેમની મહેનત અને જવાબદારીને ઓછી આંકે છે, પરંતુ તેઓએ ગર્વની સાથે કહેવું જોઈએ કારણ કે ઘરનું સંચાલન કરવું એ સરળ કાર્ય નથી.
તેમણે પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’માં દર્શકોને પૂછે છે કે તેઓ શું કરે છે, ત્યારે ઘણી મહિલાઓ ખૂબ જ નરમ અને દબાયેલા અવાજમાં કહે છે કે તેઓ ગૃહિણી છે.
અમિતાભે પૂછ્યું કે, તે તેની ભૂમિકાને આટલી નાની કેમ બનાવે છે? આ કામને ક્યારેય છુપાવશો નહીં અને તેને શાંત સ્વરમાં કહેશો નહીં. તેઓએ ગર્વ સાથે, આત્મવિશ્વાસ સાથે કહેવું જોઈએ કે ભાઈ હું ઘરની સંભાળ રાખં છું, કારણ કે આ કામ આસાન નથી.
કોવિડ દરમિયાન પુરુષોને સમજાણું હતું
અમિતાભ બચ્ચને પોતાનાં બ્લોગમાં લખ્યું હતું કે, ‘ઘરની સંભાળ રાખવી, પતિની સંભાળ રાખવી, બાળકોની સંભાળ રાખવી, બધાં માટે ભોજન બનાવવું એ સરળ કામ નથી.
આ માત્ર ઘરનું કામ જ નથી, પરંતુ એક પ્રકારનું મેનેજમેન્ટ પણ છે. મહિલાઓ જે કામ કરે છે તેના પર ગર્વ હોવો જોઈએ. કોવિડના સમયે, બધાં પુરુષોને ખબર પડી ગઈ હતી કે પત્ની ઘરમાં કેટલું બધું સંભાળે છે. ‘