New Delhi,તા.28
2026 અને 2027નું વર્ષ સર્વ ગણતરી અને સમીક્ષાનું વર્ષ બની રહેશે તે નિશ્ચિત છે. ચુંટણી પંચે દેશભરમાં મતદાર યાદી વિશેષ ગહન પુનરીક્ષણ જે ને સોશ્યલ ઈન્ટેન્સીવ રિવીઝન (સર)ના નામથી પણ ઓળખાય છે તે કામગીરી શરૂ કરવાનું શેડયુલ આજે જાહેર કરશે અને તેમાં બિહાર સિવાયના તમામ રાજયોને આવરી લેશે તો આ વર્ષના અંતથી અને આગામી પુરૂ વર્ષ દેશમાં વસતી ગણતરી જે વાસ્તવમાં 2021માં કરવાની હતી તે હાથ ધરાશે અને તેના આંકડા પણ રસપ્રદ હશે.
તેની સાથે આગામી વર્ષ ફેબ્રુઆરી માસથી દેશમાં અત્યાર સુધીની સૌપ્રથમ કવાયતમાં ઘરેલુ આવક સર્વે હાથ ધરાશે. કેન્દ્ર સરકારનુ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ વિભાગ દ્વારા આ સર્વે કરવામાં આવશે.
જેમાં હર્ષ કર્મચારીઓ ઘરે ઘરે જઈને પરિવારની આવક અને તેનો ોત વિ.ની માહિતી મેળવશે. દેશમાં પ્રથમ વખત આ પ્રકારના સર્વે કરવામાં આવી રહ્યો છે અને તે ખૂબજ અઘરી કવાયતને પુરવાર થશે.
આ સંબંધી મંત્રાલયના સચીવ સૌરભ ગર્ગે કહ્યું કે ભૂતકાળમાં ત્રણ વખત આ પ્રકારના સર્વેનો પ્રયાસ થયો હતો અને ત્રણેય વખત તે પાછો ખેચવો પડયો હતો પણ અમો હવે પુરી તૈયારી વધુને વધુ માહિતી સાથે સર્વેમાં જવા તૈયાર છીએ. આ સર્વે આગામી વર્ષ ફેબ્રુઆરીમાં શરૂ થશે અને 2027માં મધ્ય સુધી ચાલશે.
દેશમાં આવકની અસમાન વહેચણી, ધનવાનો, ગરીબો વચ્ચે ખાઈ વધતી જાય છે તે અવારનવાર કહેવાય છે પણ તેની પાછળ કોઈ નકકર આંકડા નથી. સરકાર ખર્ચ-બચતના આંકડા-આઈટી પરથી અનુમાનો બાંધે છે. ખાનગી એજન્સીમાં માર્કેટીંગના હેતુસર આ પ્રકારના સર્વે કરે છે પણ તે તેના વ્યાપારી હેતુ માટે હોય છે.
વાસ્તવમાં લોકો પોતાની આવક અંગે કોઈ નિખાલસ થવા માંગતા નથી. તેઓને કરવેરા અધિકારીઓ આવશે તેવો ડર હોય છે અને ખર્ચ-બચતના આધારે જે અંદાજ મુકાય છે તે સાચી આવક દર્શાવતો નથી.
આ અંગે હાલમાં એક ઓનલાઈન સર્વે થયો તો 95% એ તેના આવકના એકથી વધુ ોત અંગે માહિતી આપી ન હતી અને આવકવેરો ભરે છે કે કેમ તે પણ માહિતી આપી નહી. લોકોને ડર છે કે તેમની આવકના આંકડા જાહેર થયા બાદ સરકાર ટેક્ષ ઉઘરાવી શકે છે અને સરકાર વ્યક્તિગત માહિતી ખાનગી રાખશે તેવી ખાતરી આપશે પછી પણ તે કેટલી સ્વીકારાશે તે પ્રશ્ન છે પણ હવે સરકાર આવકવેરાની માફક પ્રી-ફિલ્ડ-રિપોર્ટ સાથે જવા માંગે છે. પ્રથમ `પાઈલોટ’ દરજજે આ કામગીરી કરશે.

