Mumbai,તા.૧૯
રાકેશ રોશને ફિલ્મ નિર્દેશનમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તે માત્ર પ્રોડ્યુસર તરીકે જ કામ કરશે. તે જલ્દી જ ’ક્રિશ ૪’થી કમબેક કરી રહ્યા છે.
ફિલ્મ નિર્દેશક રાકેશ રોશને તેમના નિર્માતાના કિરદાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં તેમણે જાહેરાત કરી છે કે તે નિર્દેશનમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તે ’ક્રિશ ૪’ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તે પોતાના પ્રોડક્શન હાઉસમાંથી તેમના પુત્રની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
રાકેશ રોશને કહ્યું કે મને નથી લાગતું કે તે ક્યારેય દિગ્દર્શન કરશે. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ક્રિશ ૪ અંગે જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે રાકેશ રોશને ઋતિક રોશનની ફિલ્મ ’બેંગ બેંગ’, ’વોર’ અને ’ફાઈટર’ પણ પ્રોડ્યુસ કરી છે. તેમણે કહ્યું, ’ક્રિશ ટૂંક સમયમાં કમબેક કરી રહયો છે’.
રાકેશ રોશને આ ફ્રેન્ચાઈઝીની શરૂઆત ૨૦૦૩માં સાયન્સ-ફિક્શન ફિલ્મ ’કોઈ મિલ ગયા’થી કરી હતી. તેમણે તેને ૨૦૦૬માં ક્રિશ સાથે સુપરહીરો શ્રેણીમાં વિસ્તરણ કર્યું, ત્યારબાદ ૨૦૧૩માં ક્રિશ ૩ બનાવી. ઋતિક રોશને આખી સીરીજમાં રોહિત અને તેના પુત્ર કૃષ્ણા, જેને ક્રિશ તરીકે પણ ઓળખવામાં આવે છે, બંનેની ભૂમિકા ભજવી છે.