બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર એકબીજાના ક્યારેય જાહેર નહીં થયેલાં ફોટો શેર કર્યા
Mumbai, તા.૩
૨૦૨૧માં જ્યારે રિતિક રોશન એક મિસ્ટ્રી ગર્લ સાથે જાહેરમાં દેખાઈ ગયો તો તેના વિશે વિવિધ પ્રકારના અહેવાલો આવતા રહ્યા હતા. તેઓ બંને હાથમાં હાથ નાખીને એક રેસ્ટોરાંની બહાર આવતા દેખાયા હતા. તેઓ બંને પાપરાઝીના કૅમેરામાં કેદ થઈ ગયા હતા. બાદમાં જાહેર થયું હતું કે રિતિક સાથે બહાર નીકળેલી મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ અને મ્યુઝિશીયન સબા આઝાદ હતી.કરણ જોહરની ૫૦મી બર્થડે પાર્ટીમાં તેઓ બંને પહેલી વખત ખુલીને સાથે આવ્યા હતા. ત્યારથી બંને હંમેશા એકબીજાની સાથે રહ્યા છે. ત્યારથી તેઓ સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાનો રોમાન્સ જાહેર કરતાં રહ્યાં છે. હવે સબા અને રિતિકે એકબીજા સાથે ચાર વર્ષ પુરા કરી લીધા છે. તેમની આ એનિવર્સરી પર રિતિક રોશન અને તેની ગર્લળેન્ડ સબા આઝાદે એકબીજાને શુભેચ્છાઓ આપીને પોતાના ફૅન્સને ફરી તેમનાં પ્રેમમાં પાડી દીધાં છે. તેમણે બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર એકબીજાના ક્યારેય જાહેર નહીં થયેલાં ફોટો શેર કર્યા હતા, જેનાથી તેમણે પોતાની ખુશહાલ જિંદગીની ઝલક આપી છે.આ તસવીરોમાં તેમની કેટલીક સેલ્ફી, બર્થ ડે સેલિબ્રેશનના ફોટો, વેકેશન અને ઘણો પ્રેમ જોવા મળ્યો છે. આ તસવીરોમાં રિતિકે સબાને પોતાનાથી નજીક પકડી રાખી છે. તેની કેપ્શનમાં રિતિકે લખ્યું હતું, “મને તારી સાથે જીવનમાંથી પસાર થવું બહુ ગમે છે…૪ની શુભેચ્છાઓ પાર્ટનર” જ્યારે સબાએ લખ્યું હતું, “મને તારી સાથે જીવનમાંથી પસાર થવા પર પ્રેમ છે…૪ની શુભેચ્છાઓ પાર્ટનર”. જેવી તેમણે આ તસવીરો શેર કરી કે રિતિક અને સબા પર તેમના પરિવારો, મિત્રો અને ફૅન્સે શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો હતો. કોઈ ફૅને તેમને ક્યારે લગ્ન કરે છે, તે પૂછ્યું હતું, તો કોઈએ કહ્યું હતું કે તેઓ નસીબદાર છે. તેઓ બંને એક સુંદર કપલ દેખાય છે.