Anand,તા.09
વાસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપારેલ ગામમાં બે સ્થળે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. આણંદ એલસીબી પોલીસે ૫૦૦ લિટર વૉશ, ૧૫ લિટર દેશી દારૂ સહિત રૂા. ૧૬ હજારના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી ગુનો દાખલ કર્યો હતો.
વાસદના રૂપારેલ ગામમાં ભંડારવાળા ફળિયામાં સજનાબેન પ્રવીણભાઈ તળપદાના ઘરે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પકડી હતી. પોલીસે દારૂ ગાળવાનો ૩૫૦ લિટર વૉશ, ૧૦ લિટર દેશી દારૂ સહિત રૂા. ૧૦,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરી મહિલાની અટકાયત કરાઈ હતી.
ભંડારવાળા ફળિયામાં જ રહેતી કાંતાબેન અજયભાઈ માળીના ઘરે પર દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી. ત્યારે ત્યાંથી દેશી દારૂનો ૧૫૦ લિટર વૉશ, પાંચ લિટર દેશી દારૂ સહિત ૪,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાંતાબેન માળીની અટકાયત કરી બંને મહિલા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી.