Virpur , તા.29
સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ કારતક સુદ સાતમને આજે છે. યાત્રાધામ વીરપુરમાં જોર શોર થી તૈયારીઓ કરવામાં આવી છે. વીરપુરમાં પૂજ્ય જલાબાપાની 226મી જન્મજયંતિ ઉજવવા વીરપુર વાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી રોશનીથી ગામે શણગાર સજ્યો છે. બાપાની જન્મજયંતિના દિવસે કેક બનાવવામાં આવી છે.
સ્વયં સેવક દ્વારા જણાવ્યું હતું કે, વીરપુરની દરેક શેરી અને ગલીઓમાં રંગોળીઓ અને ફ્લોટ્સની તૈયારી કરાઈ છે. વીરપુર આવનાર દરેક ભાવિકમાં કોઈ અસુવિધા ન ઉભી થાય તેના માટે ગ્રામજનો પણ સ્વયં સેવક તરીકે જોડાય છે. શોભાયાત્રાના આયોજક ટીમ ના અનેરા ઉત્સાહ સાથે દર વર્ષની જેમ જલારામ બાપાની શોભાયાત્રા વીરપુરમાં ફરશે.
આ શોભાયાત્રામાં બાપાની ધ્વજાના રૂપમાં રાખવામાં આવશે. કેકની પ્રસાદી ભાવિકોને આપવામાં આવશે. વીરપુરમાં બીજી દિવાળી જેવો માહોલ જોવા મળે તે રીતે ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવશે.
જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વીરપુરની બજારોમા રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. વીરપુરવાસીઓ પણ પોતાના ઘર, હોટેલો, દુકાનોને અવનવા લાઇટ્સથી ડેકોરેટ કરાયા છે.
બાપાની જન્મજયંતિને લઈને વીરપુર જલારામબાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે 250 વધુ સ્વયં સેવકો પૂજ્ય બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે.
વીરપૂરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિતે સમસ્ત ગ્રામજનો દ્વારા જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે. વીરપુરમાં ઘેરઘેર રંગોળીઓ તેમજ વીરપુરના અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કરાશે. પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા માટે વીરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુકાનોથી માંડી ઘરોમાં રોશની લગાવાઈ છે.

