Jamnagar તા.8
જામનગરમાં ગત માર્ચ માસથી ગુજરાતનો પ્રથમ એવો કચરો બાળીને વીજળી પેદા કરવાનો મહાત્વાકાંથી પ્લાન્ટ બંધ થઈ ગયા બાદ મહાનગરપાલિકા કે કંપની દ્વારા પ્લાન્ટ બંધ થવાનું કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
મહાનગરપાલિકાએ કંપનીને પાઠવેલી 15 દિવસની સમય મર્યાદામાં જવાબ માંગતી લીગલ નોટીસની સમય મર્યાદા પણ પુરી થઈ ગઈ છે. ત્યારે કંપનીએ જો જવાબ આપ્યો હોય તો તેની અને પ્લાન્ટની અથ:થી ઈતિ સુધીની વિગતો જાહેર કરવા વિગતોની માંગણી થઈ છે.
રાજ્યના પ્રથમ વેસ્ટ ટુ એનર્જીના પ્લાન્ટ માટે મહાનગરપાલિકાએ શહેરના ગાંધીનગર વિસ્તાર પાછળ : 18 એકર જેટલી જગ્યા ફાળવી હતી. જેના ઉપર કંપની દ્વારા રૂ.75થી વધુ કરોડના ખર્ચે પ્લાન્ટ ઊભો કરીને ઓગસ્ટ 2021થી પ્રોસેસની કામગીરી શરુ કરવામાં આવી હતી. બાદમાં ગત માર્ચ-2025થી કોઈ પણ કારણોસર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતી. ત્યાર પછી પ્લાન્ટ ચાલુ કરી દેવા મ્યુ. તંત્રએ મે-જુન માસમાં બે વખત નોટીસો આપી હતી.
પરંતુ કંપનીનો પ્લાન્ટ પુન: ચાલુ નહીં થતાં મ્યુ. કોર્પોરેશન દ્વારા તા. 17/જુલાઈ-2025ના રોજ કંપનીને 15 દિવસની સમય મર્યાદામાં જવાબ આપવા લીગલ નોટીસ આપવામાં આવી હતી. જે મુદ્દે આ પ્લાન્ટ અંગે પણ રજૂઆત અગાઉ પણ રજુઆત કરનારા ન.પા. શિક્ષણ સમિતિના પુર્વ સભ્ય નિતિનભાઈ માંડમએ સોલીડ વેસ્ટ વિભાગને લેખિત અરજી કરીને પ્લાન્ટના જવાબદારો દ્વારા લીગલ નોટીસના અપાયેલા જવાબની અને પત્ર વ્યવહારની કોપીની, પ્લાન્ટ ક્યારથી બંધ થવા પામ્યો છે .
તેની વિગતની, પ્લાન્ટ બંધ થયા બાદ તંત્રને રોજ કચરાના હેન્ડલીંગના થઈ રહેલા દૈનિક ખર્ચની અને આ ખર્ચ કંપની પાસેથી વસુલવામાં આવે છે કે કેમ ? તેની અને પ્લાન્ટ માટે ફાળવેલી જગ્યા અને ત્યાં સુધી વાહનોને આવવા જવા માટે બનાવવામાં આવેલા રોડ-રસ્તા માટે મહાનગરપાલિકાએ કરેલા ખર્ચની વિગતોની વિગતો માંગી છે.