Surendaranagar,તા.03
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી બ્રિજ નીચે સર્વિસ રોડની બંને બાજુ વરસાદને કારણે ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. સર્વિસ રોડ ધોવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરમાં લીંબડી પંથકમાં થયેલા કમોસમી વરસાદને કારણે હાઈવે પર આ સ્થિતિ સર્જાઈ છે. સર્વિસ રોડ પર મોટા ખાડા અને ગાબડાં પડી ગયા છે. આ ગાબડાંને કારણે નાના-મોટા અને ભારે વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. મુસાફરો અને સ્થાનિક લોકોને પણ અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

