દંપતી, તબીબ સહિત ચાર વિરુદ્ધ ગેરકાયદે ગર્ભપાત કરાવ્યા ની નોંધાવી ફરિયાદ
Dhoraji,તા.19
શેર માટીની ખોટ પુરવા લોકો પથ્થર એટલા પીર પૂજે છે.. પણ જેને કુદરત સંતાનથી નવાજે… તેને કદર હોતી નથી ધોરાજી અવાવરું વોકળા માં થી મળી આવેલ માનવ ભૂણ ની તપાસ માં ગેરકાયદે ગર્ભપાત કરાવનાર પતિ પત્ની અને તબીબ સામે ઘરના મોભીએ ફરિયાદ દાખલ કરાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના જુના ઉપલેટા રોડ ઉપર આવેલ વોકડામાં ફેંકી દેવાયેલું માનવ ભૂણ મળી આવતા પોલીસે કરેલી તપાસમાં ગેરકાયદે ગર્ભપાતનો મામલો સામે આવ્યો હતો, આ અંગે આદિપુર રહેતા ચંદ્રકાંતભાઈ શાંતિલાલ ગોહેલ એ પુત્ર અમિત ચંદ્રકાંત ગોહેલ, પુત્રવધુ ડેઝી અમિત ગોહેલ ધોરાજી રહેતા વેવાણ સ્મિતાબેન નગીનભાઈ ગોહિલ અને ડોક્ટર સી ટી ફળદુ, ધોરાજી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ચંદ્રકાંતભાઈ ના પુત્ર અમિત અને પુત્રવધુ ડેઝી ને સંતાનમાં બે બાળકો હોય અને ગર્ભ રહેતા ત્રીજું સંતાન જોતું ન હોવાનું માની ડેઝી ની મા સ્મિતાબેન ગોહેલ એ ધોરાજીના ડોક્ટર સીટી ફળદુ પાસે ગર્ભપાત કરાવી ગેરકાયદેસર રીતે આવનાર બાળક નું જીવન અટકાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આદિપુરના ચંદ્રકાંતભાઈ શાંતિલાલ ગોહિલ ની ફરિયાદ પરથી તેના પુત્ર અમિત, પુત્રવધુ ડેઝી વેવાણ સ્મિતાબેન નગીન ગોહિલ અને ગર્ભપાત કરાવનાર ડોક્ટર સીટી ફળદુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરી છે આ અંગે ધોરાજી પોલીસે કલમ ૯૧/૯૪,૩(૫) અન્વયે ગુનો નોંધીતપાસ હાથ ધરી છે.