Morbi,તા.26
માટેલ નજીક ફેકટરીમાં રહીને કામ કરતા પતિએ પત્ની પર શંકા રાખી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મધ્યપ્રદેશના વતની અને હાલ ઢુવા સંસ્કાર ટાઈલ્સ કંપની માટેલ મંદિર પાસે રહીને કામ કરતા નીરૂબેન રાજેશભાઈ અમલીયાર નામની મહિલાએ પોતાના પતિ રાજેશ અમલીયાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ એપ્રિલના રોજ આરોપી પતિ રાજેશભાઈએ ફરિયાદી નીરૂબેન અન્ય પુરુષ સાથે વાત કરે છે તેવી શંકા રાખીને ગાળો આપી લાકડીથી માર મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે