ડ્રાઇવર યુવાનને પગાર ના પૈસા સમયસર ન મળતા થયો ડખો
morbi,તા.27
વાંકાનેર ના ધુવાવ ચોકડી પાસે રહેતા પરિવારમાં ઘર કંકાસ માં પતિએ પત્નીને માર મારી ધક્કો મારતા ઉપલા માળે થી નીચે પડી જતા ઘાયલ હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવી હતી.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર ધુવાવ ચોકડી રાધે હોટલ પાસે રહેતા મમતાબેન ધર્મેશભાઈ ચમાર ૩૫ ને તેના પતિ સાથે ગઈકાલે સવારના પહોરમાં ઘર ખર્ચ માટે ઝઘડો થયો હતો, પતિ પત્નીના ઝગડામાં મમતાબેન ને પતિ ધર્મેશભાઈએ ધોકા વડે માર મારી, કાચ સાથે માથું ભટકાવી ધક્કો મારતા મમતાબેન ઉપલા માળેથી નીચે પટકાતા માથામાં અને શરીરના અલગ અલગ અંગોમાં ઈજા થતા અર્ધ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પારિવારિક સૂત્રો એ જણાવ્યું હતું કે મમતા બેને તેના પતિ પાસેથી ઘર ખર્ચના પૈસા માંગ્યા હતા ત્યારે ડ્રાઇવર પતિ ધર્મેશ એ કહ્યું હતું કે હજુ જ્યાં નોકરી કરે છે ત્યાંથી પૈસા આવ્યા નથી આ બાબતે બંને પતિ-પત્ની વચ્ચે ની વાત મારા મારી સુધી પહોંચી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે